Gandhinagar news ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે, તેવામાં ગુજરાતના સંવેદનશીલ અને બોર્ડર વિસ્તારોમાં મોકડ્રીલ યોજવાનો કેન્દ્ર સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને મોકડ્રીલ યોજવાના આદેશ કર્યા છે. જેને લઈને ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે.
ગુજરાત રાજ્યમાં યુદ્ધ અભ્યાસ સાથે મોકડ્રીલ યોજાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કચ્છ સહિતના બોર્ડર વિસ્તારોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. જે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આયોજન અંગે સ્વર્ણિમ સંકુલમાં આઈપીએસ અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી રહ્યા છે.
ભારતમાં મોકડ્રીલની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. સિવિલ ડિફેન્સ સ્થળોની સત્તાવાર યાદીમાં ગુજરાતના 19 સ્થળોનો સમાવેશ થાય છે. પહેલી યાદીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભુજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, વાડિનાર, ઓખા અને ત્રીજી કેટેગરીમાં કચ્છ, ભરુચ, ડાંગ, મહેસાણા, નર્મદા અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આવતી કાલે 7 મેના રોજ દેશના તમામ રાજ્યોમાં ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવાની જાહેરાત કરી દીધી છે. જેમાં નાગરિકોને હવાઈ હુમલાઓથી બચવાની તાલીમ અપાશે, 1971 પછી દેશમાં પ્રથમ વખત ડિફેન્સ મોકડ્રિલ યોજાશે.આવતી કાલે યોજાનાર મોકડ્રીલ અંગે તૈયારીઓ અને નાગરિક સુરક્ષામાં સહયોગ મુદ્દે ગૃહ સચિવ ગોવિંદ મોહન બેઠકો કરી રહ્યા છે. તો આ બેઠકમાં રાજ્યોના મુખ્ય સચિવો અને સિવિલ ડિફેન્સ ચિફ હાજર છે.
આ પણ વાંચો:સુરતમાં મહિલા પોલીસકર્મીનો ગળાફાંસો ખાઈને આપઘાત, ડાયરીમાંથી સુસાઈડ નોટ મળી આવી
આ પણ વાંચો:જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો
આ પણ વાંચો:પ્રેમસંબંધનો કરૂણ અંજામ : યુવતીના મંગેતરે પ્રેમીની હત્યા કરી દેતા પ્રેમિકાએ ખાધો ગળાફાંસો
