Vadodra News : વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે આજે લઘુ ઉદ્યોગ ભારતી ક્ષેત્રિય સંમેલન યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. તે પૂર્વે જ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયેલા અને વિશ્વામિત્રીની સફાઈ કરી રહેલા આપના 10 કાર્યકરની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે જ જે લોકો ત્યાં વ્યવસાય કરતા હતા તેમનાં દબાણો હટાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન દબાણ શાખાની ટીમના અધિકારીઓ અને એક દારૂડિયા વચ્ચે જોવા જેવી થઈ હતી. આ દારૂડિયાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને જમીન પર માથું પછાડ્યું હતું.

મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ સયાજી હોસ્પિટલની આસપાસ સાફ-સફાઈ, રંગરોગાન અને જ્યાં દિવસભર હોસ્પિટલના ગેટ બહાર ખાનગી એમ્બ્યુલન્સનો જમાવડો રહેતો હતો ત્યાં આજે સન્નાટો જોવા મળ્યો હતો. તો બીજી તરફ હોસ્પિટલના ગેટ બહાર વ્યવસાય કરતા એક વ્યક્તિની કેબિન અને સામાન દબાણ શાખા હટાવવા આવી હતી. ત્યારે તે વ્યક્તિ નશામાં ધૂત હતો અને સમાન ન લઈ જવા દેવા પોતાના હાથમાં પથ્થર લીધો હતો. તેમજ જમીન પર માથું પછાડ્યું હતું.તેમજ બાજુમાં રહેલા ઝાડના કેબલ સાથે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દબાણ શાખાના એક કર્મચારીએ કટર વડે વાયર કાપી નાખ્યો હતો.

બાદમાં દબાણ શાખાની ટીમ નીકળતી હતી, ત્યારે દારૂડિયો તેઓની ગાડીની આસપાસ સામાન ન લઇ જવા માટે આજીજી કરતો નજરે પડ્યો હતો.મુખ્યમંત્રીના આગમન પૂર્વે કોઇપણ પ્રકારનો વિરોધ કે અડચણ ઊભી ન થાય તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હોસ્પિટલની આસપાસનાં દબાણોને દૂર કરવામાં આવ્યાં અને પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દરમિયાન વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજ પર આવેલા ઘાટ પર સાફ-સફાઈ કરી રહેલા આમ આદમી પાર્ટીના 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો:નવસારી: જાણીતા યુવા બિલ્ડરે બનાવી જોખમી રીલ, વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:રીલ બનાવવા કાદવમાં સૂઈ ગયો બિગ બોસનો આ કન્ટેસ્ટન્ટ
આ પણ વાંચો:લોકો પોતાની રીલ વાયરલ કરવા કેવા ગતકડાં કરે છે! વીડિયો તો જુઓ…
