Rajkot News: રાજકોટ ભાજપ (Rajkot BJP)માં કંઈને કંઈ ડખો ચાલતો રહે છે. તાજેતરમાં જ રાજકોટ ભાજપનું નવું સંગઠન જાહેર થયુ હતુ. આ સંગઠન જાહેર થયાને માંડ થોડો ઘણો સમય થયો છે ત્યાં તો રાજકોટ ભાજપ (Rajkot BJP)ના કોર્પોરેટરની પક્ષની જ મહિલા કાર્યકર સાથેની બીભત્સ ચેટ વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે. આના પગલે શાસક પક્ષમાં વિવાદનો વંટોળ ફૂંકાયો છે.

Rajkot BJPમાં ડખો
ભાજપને શિસ્તબદ્ધ અને કેડર આધારિત પક્ષ ગણવામાં આવે છે. રાજકોટ ભાજપમાં (Rajkot BJP) આ પ્રકારના બનાવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પક્ષની ચિંતામાં વધારો કર્યો છે. રાજકોટ ભાજપ(Rajkot BJP)માં બનેલી આ ઘટનાને જૂના કાર્યકરો તો શિસ્તભંગ તરીકે જ જુએ છે અને તેમની માંગ છે કે આ પ્રકારનો વ્યવહાર કરનારા કોર્પોરેટર (Corporator) સામે કાર્યવાહી કરવામાં આવે. પક્ષના બેનરનો ઉપયોગ કરીને કોઈ પોતાના અંગત સંબંધો વિકસાવી ન શકે કે પક્ષના હોદ્દાનો દૂરુપયોગ કરી ન શકે.

Rajkot BJPનાં કોર્પોરેટરનો રંગીન મિજાજ
રાજકોટ ભાજપ(Rajkot BJP)ના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સજયસિંહ રાણાએ (SanjaySinh Rana) પોતાના જ વોર્ડમાં પક્ષની મહિલા કાર્યકર સાથે અશ્લીલ ચેટ (Obescene chat) કરી હોવાની પ્રારંભિક વિગતો સામે આવી છે. આના પગલે રાજકોટ ભાજપ(Rajkot BJP)ના કોર્પોરેટરનું પક્ષની જ મહિલા કાર્યકર સાથે લફરું ચાલતુ હોવાની વાતે પણ વેગ પકડ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર વાઇરલ થયેલી ચેટના સ્ક્રીન શોટમાં રાજકોટ ભાજપ(Rajkot BJP)ના કોર્પોરેટરનો પણ ફોટો રાખવામાં આવ્યો હતો. આમ ભાજપના આ રંગીન મિજાજની કોર્પોરેટર (Corporator)ની ચેટ વાઇરલ થતા રાજકોટના રાજકારણમાં હડકંપ મચ્યો છે.

શિસ્તભંગની કાર્યવાહી થશે કે નહીં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકોટ ભાજપ (Rajkot BJP)નાં કોર્પોરેટરનું પરાક્રમ બહાર આવતાં પક્ષ પોતે પણ વિમાસણમાં પડી ગયો છે અને સ્વબચાવની ભૂમિકામાં આવી ગયો છે. આ વિવાદના કારણે પક્ષની અંદર અસંતોષનો વ્યાપ વધે તેમ માનવામાં આવે છે. હાઈકમાન્ડ માટે હવે આ કોર્પોરેટરનો ઢાંકપીછોડો કરવા પણ અઘરો થઈ ગયો છે. આગામી દિવસોમાં આ બાબતને લઈને શાસક પક્ષમાં નવાજૂની થાય તો આશ્ચર્ય નહીં થાય.
Rajkot BJPમાં બે વર્ષ પહેલાં આવી જ ઘટના બની હતી
આ પહેલાં પણ રાજકોટ ભાજપમાં બે વર્ષ પહેલા બનેલી આવી જ ઘટનામાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકર દ્વારા અશ્લીલ ફોટા (Obescene photo) શેર કરવામાં આવતા હોબાળો મચ્યો હતો. તેના લીધે વોટ્સએપ ગ્રુપમાંથી મેયર સહિતની બધી મહિલા કાર્યકરો નીકળી ગઈ હતી. રાજકોટ ભાજપના વોર્ડ નંબર ચારના બૂથ નંબર 56ના વોટ્સએપ ગ્રુપમાં ભાજપના એક કાર્યકર દ્વારા અશ્લીલ ફોટો શેર કરવામાં આવતા હોબાળો મચી ગયો છે. આ ગ્રુપમાં મહિલા મેયર સહિત અન્ય મહિલાઓ પણ હોવાથી તેઓને અનિશ્ચિત સ્થિતિમાં મુકવામાં આવ્યા હતા અને જૂથ પાછળ રહી ગયું હતું. આ ઘટના સંદર્ભે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી છે.
ભાજપના કાર્યકર્તાએ શેર કરી હતી અશ્લીલ તસવીરો!
ભાજપના નાના કાર્યકરથી લઈને મોટા નેતાઓ સુધી સૌ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. જેના કારણે પાર્ટીને ફાયદો પણ થાય છે, પરંતુ એક ભૂલ મોંઘી પડી જાય છે. આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બની છે. મનીષ પરસાણા નામના ભાજપના કાર્યકરએ ભાજપ રાજકોટના વોર્ડ નંબર 4ના બૂથ નંબર 56ના વોટ્સએપ ગ્રુપમાં એક પછી એક 6 અશ્લીલ તસવીરો શેર કરી હતી, જેના કારણે ભારે હોબાળો થયો હતો. કારણ કે આ ગ્રુપ સાથે 200થી વધુ કર્મચારીઓ જોડાયેલા છે.
મનીષ પરસાણા નામના કાર્યકરે શેર કર્યા હતા અશ્લીલ ફોટા
મનીષ પરસાણાએ ગ્રુપમાં અશ્લીલ ફોટા શેર કર્યા બાદ વોટ્સએપ ગ્રુપમાં ચૂપકિદી છવાઈ ગઈ હતી. આ ગ્રુપની મહિલાઓને વાંધાજનક સ્થિતિમાં રાખવામાં આવી હતી અને મેયર નયનાબેન પેઢડિયા અને મહિલા કાર્યકરો સહિત મહિલાઓએ ગ્રુપ છોડી દીધું છે. આ સમગ્ર મામલો શહેર ભાજપ પ્રમુખ સુધી પહોંચ્યો હતો, જેમણે આ અંગેની તપાસની જવાબદારી વોર્ડ આગેવાનોને સોંપી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપી હતી. જ્યારે બીજેપી કાર્યકર મનીષ પરસાણાને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે વાહિયાત બચાવ કર્યો, જે કોઈને પસંદ ન આવ્યો. તેણે કહ્યું કે હું વાડીએ ગયો ત્યારે મારો મોબાઈલ ખેતરમાં કામ કરતા મજૂરોના છોકરાઓ પાસે હતો અને બાળકો રમતા રમતા ગ્રુપમાં ફોટો શેર કર્યો હતો.
આ પણ વાંચો: રાજકોટ મનપામાં BJPના શાસનમાં BJPના જ કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાનો પ્રસ્તાવ
આ પણ વાંચો: પોલીસ સાથે BJP નેતાઓની માથાકૂટ,રાજકોટમાં નંબરપ્લેટ વિનાની 3 કાર નીકળતાં ડિટેઇન
આ પણ વાંચો: રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ રાજકોટ ભાજપના નેતાઓ પર સાધ્યું નિશાન, નવી પોસ્ટથી ખળભળાટ
