Rajkot News/ રાજકોટ મનપામાં BJPના શાસનમાં BJPના જ કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવાનો પ્રસ્તાવ

રાજકોટ મનપામાં ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવા માટે પક્ષમાંથી જ દરખાસ્ત થઈ છે. આમ ભાજપનું જ શાસન છે અને તેમા ભાજપના જ લોકો ભાજપના જ કોર્પોરેટરને બરતરફ કરવાનો પ્રસ્તાવ મૂકતા રાજકોટ ભાજપમાં મોટો ભડકો થયો છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજકોટ મનપા વિવાદમાં આવી છે. આ વિવાદ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેનો નથી, પરંતુ શાસક પક્ષની અંદરનો જ છે. સરળ શબ્દોમાં કહીએ તો શાસક પક્ષમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે.

ભાજપમાં ભડકો

આ જૂથવાદ એ સીમાએ પહોંચ્યો છે કે રાજકોટ મનપામાં ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લને બરતરફ કરવા માટે પક્ષમાંથી જ દરખાસ્ત થઈ છે. આમ ભાજપનું જ શાસન છે અને તેમા ભાજપના જ લોકો ભાજપના જ કોર્પોરેટરને બરતરફ કરવાનો પ્રસ્તાવ મૂકતા રાજકોટ ભાજપમાં મોટો ભડકો થયો છે.

રાજકોટ

આ અંગે રાજકોટ મનપાના સક્રેટરીએ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખીને તેમની પાસે અભિપ્રાય માંગવામાં આવતા હોબાળો મચી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે આ સ્થિતિ ત્યારે સર્જાઈ છે જ્યારે રાજકોટ મનપાનું શાસન પૂરું થવામાં જ આવ્યું છે. લગભગ એક મહિનામાં તો તેની મુદત પૂરી થઈ જવાની છે.

નજીકમાં છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

આમ એકબાજુએ ભાજપે પોતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ કર્યો છે તે જ સમયે પક્ષની અંદરનો આંતરિક જૂથવાદ સપાટી પર દેખાયો છે. આમ ભાજપના જ શાસનમાં ભાજપના કોર્પોરેટર સામેની દરખાસ્તના કારણે આખા શહેરના રાજકીય વર્તુળોમાં આ વાત ચર્ચાનો વિષય બની ગઈ છે.

રાજકોટમાં શાસક પક્ષની અંદર વિખવાદની આગને હવે હાઈકમાન્ડ કઈ રીતે ડામે તે જોવાનું છે. હવે આગામી દિવસમાં રાજકોટ ભાજપમાં પક્ષની શિસ્તના લીરેલીરાં ઉડે છે કે હાઈકમાન્ડ અસંતોષની આગને કાબૂમાં લેવામાં સફળ થાય છે તે જોવાનું રહે છે.

રાજકોટમાં શાસક પક્ષની અંદર જ અસંતોષની આગના કારણે વિપક્ષને તો મોઢામાં બગાસુ ખાતા પતાસુ મળી ગયું હોય તેવું છે. હવે શાસક પક્ષની અંદરના અસંતોષનો વિપક્ષ કેટલો ફાયદો ઉઠાવે તે જોવાનું છે.


આ પણ વાંચો: રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ રાજકોટ ભાજપના નેતાઓ પર સાધ્યું નિશાન, નવી પોસ્ટથી ખળભળાટ

આ પણ વાંચો: રાજકોટ ભાજપમાં જૂથવાદઃ સાંસદ રામ મોકરિયા જ આમંત્રણ પત્રિકામાંથી કપાયા

આ પણ વાંચો: રાજકોટ ભાજપમાં આંતરિક ખેંચતાણ પશ્વિમ વિધાનસભા બેઠકને લઇ ખેંચતાણ પશ્વિમ બેઠક માટે વજુભાઇ વાળાની એન્ટ્રી વજુભાઇ વાળાએ PA માટે ટિકિટની કરી માંગ PA તેજસ ભટ્ટી માટે કરી