Not Set/ ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગની અંદર પણ ડ્રોનની ઘૂસણખોરી

પાકિસ્તાન એક એવો દેશ છે, જે આજે કોરોના મહામારીનાં સમયે પણ પોતાની હરકતો છોડતુ નથી. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન સતત ડ્રોન દ્વારા ભારતને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Top Stories Trending

જમ્મુ-કાશ્મીરનાં જમ્મુ ક્ષેત્રમાં સૈન્ય મથકો પર ડ્રોન હુમલાનાં અહેવાલો વચ્ચે સનસનાટીભર્યો ઘટસ્ફોટ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જમ્મુમાં એર બેઝ પર હુમલો થયો હતો ત્યારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગની અંદર પણ ડ્રોનની ઘૂસણખોરી થઈ હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર શનિવારે રાત્રે જમ્મુમાં એરફોર્સ બેઝ પર હુમલો થયો હતો, તે જ સમયે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના રહેણાંક વિભાગમાં ડ્રોન નજરે પડ્યું હતું. તે સમયે એક કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યુ હતુ.

વધુ એક સિદ્ધિ? / દુનિયાને કોરોના મહામારીમાં ધકેલી દેનારા ચીને ‘Sky Train’ કરી તૈયાર, જુઓ Photos

પાકિસ્તાન એક એવો દેશ છે, જે આજે કોરોના મહામારીનાં સમયે પણ પોતાની હરકતો છોડતુ નથી. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન સતત ડ્રોન દ્વારા ભારતને પરેશાન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાન કાશ્મીરમાં ડ્રોનની મદદથી બોમ્બ શેલ મોકલવાનાં પ્રયત્નમાં વ્યસ્ત છે, ત્યારે આ વખતે પાકિસ્તાને ઈસ્લામાબાદમાં જ ભારતીય હાઈ કમિશનમાં ડ્રોન મોકલી દીધુ હતુ. જેને લઇને ભારતે પાકિસ્તાનને જોરદાર ફટકાર લગાવ્યો છે. ભારત સરકારે ડ્રોનનાં મુદ્દે પાકિસ્તાનને ઠપકો આપ્યો છે અને ભારતીય હાઈ કમિશનની સુરક્ષા સાથે તેને મોટી રમત ગણાવી છે. આજે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરનાં અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ડ્રોન પણ જોવા મળ્યો હતો. વળી, એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની અંદર એટલે કે, પાકિસ્તાને એક ડ્રોન મોકલ્યો, જેને ભારત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધુ હતુ અને પાકિસ્તાન પર આકરો વાંધો ઉઠાવ્યો છે. વળી, સૂત્રો કહે છે કે ભારતીય વિદેશ મંત્રાલય પણ ભારતીય દૂતાવાસમાં ડ્રોન મોકલવા અંગે નિવેદન જારી કરી શકે છે.

રાજકારણ / વડાપ્રધાન મોદીની દાઢી પર શશી થરૂરે કરી કોમેન્ટ, અંગ્રેજીનો આ નવો શબ્દ આવ્યો બહાર

છેલ્લા એક મહિનાથી પાકિસ્તાને ડ્રોન દ્વારા ભારતને ડરાવવાનો પ્રયત્ન શરૂ કર્યો છે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે કહ્યું હતું કે, પાકિસ્તાન ડ્રોન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં બોમ્બ શેલ મોકલવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે ભારતીય સીડીએસએ પણ પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી. પરંતુ, લાગે છે કે પાકિસ્તાન તેને માનવા તૈયાર નથી. વળી રવિવારે જ જમ્મુ એરબેઝ પર ડ્રોન બ્લાસ્ટ થયાનાં સમાચાર સામે આવ્યા હતા અને જાણવા મળ્યું હતું કે પાકિસ્તાની આતંકવાદીઓ ડ્રોન દ્વારા હથિયારો મોકલી રહ્યા છે. વળી, એરબેઝ પરનાં હુમલાનાં એક દિવસ પછી, પાકિસ્તાની આતંકવાદીઓએ ડ્રોનથી સૈન્ય સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જેને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.