china news/ મર્દોને આકર્ષવાની ‘ટિપ્સ’ આપી આ મહિલાએ કમાયા ₹31 કરોડ! એક કોર્સની ફી ₹12 લાખ, પોલીસ તપાસ શરૂ

ચીની સોશિયલ મીડિયા Zhou Yuan Influencer મહિલાઓને પુરુષોને આકર્ષવાના મોંઘા કોર્સ વેચીને કરોડો કમાઈ છે. અશ્લીલતા ફેલાવવાના આરોપ હેઠળ હવે ચીની પોલીસ તેના ખાતા તપાસી રહી છે.

Top Stories World
Zhou Yuan Influencer China Investigation

Zhou Yuan Influencer China Investigation:  સોશિયલ મીડિયા પર રાતોરાત અમીર બનવાના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, પરંતુ ચીનની એક ઇન્ફ્લુએન્સરની કમાણી જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. ‘લવ ગુરુ’ તરીકે ઓળખાતી ઝોઉ યુઆન (Zhou Yuan) અત્યારે ચીની સત્તાવાળાઓની તપાસના ઘેરામાં છે. આરોપ છે કે તેણે મહિલાઓને ‘પુરુષોને રીઝવવાની’ ટિપ્સ આપીને અધધ 31 કરોડ રૂપિયા (27 મિલિયન યુઆન) કમાયા છે.

બેંકની નોકરી છોડી બની ‘સેક્સ્યુઅલ ઇન્ટેલિજન્સ’ માસ્ટર

આશરે 40 વર્ષની ઝોઉ યુઆન પહેલા બેંકિંગ સેક્ટરમાં કામ કરતી હતી. પરંતુ વધુ પૈસા કમાવાની લાલચે તેણે નોકરી છોડી દીધી અને ‘સેક્સ્યુઅલ ઇન્ટેલિજન્સ’ શીખવવાનો પોતાનો પર્સનલ બિઝનેસ શરૂ કર્યો. તેણે પોતાને ‘ચાઇનીઝ સેક્સ્યુઅલ ઇન્ટેલિજન્સ માસ્ટર’ તરીકે બ્રાન્ડ કરી અને મહિલાઓને ખાસ રીતે નજરો મેળવવાની અને શારીરિક મુદ્રાઓ (Body Language) દ્વારા પુરુષોનું ધ્યાન ખેંચવાની ટ્રિક્સ શીખવવાનું શરૂ કર્યું.

એક કોર્સની કિંમત ₹12 લાખ સુધી!

ઝોઉ યુઆનના કોર્સ સસ્તા નહોતા. તેનો સૌથી ચર્ચિત કોર્સ ‘કોન્કરિંગ મેન’ (પુરુષોને જીતવા) ની ફી 88 હજાર યુઆન (આશરે 10.5 લાખ રૂપિયા) થી લઈને 1 લાખ યુઆન સુધીની હતી. આશ્ચર્યની વાત એ છે કે તેના આ પ્રોગ્રામમાં હજારો મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેનાથી તેણે કરોડોની કમાણી કરી.

Zhou Yuan Influencerના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સસ્પેન્ડ

ઝોઉના આ બિઝનેસ પર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેના પર સામાજિક મૂલ્યો બગાડવાનો અને અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગ્યો. ટીકાકારોએ આ કોર્સને ‘રખૈલ બનાવવાનું ટ્રેનિંગ ગ્રાઉન્ડ’ ગણાવ્યું. જોકે, ઝોઉનો તર્ક હતો કે તે મહિલાઓને સશક્ત બનાવે છે. આ વિવાદો એટલા વધ્યા કે જાન્યુઆરીના અંતમાં તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

પોલીસ તપાસ અને તપાસનો વ્યાપ

ચીની વહીવટીતંત્રએ હવે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છે જે આ મહિલાના બિઝનેસ મોડલની ઊંડી તપાસ કરી રહી છે. ઝોઉ માત્ર ઓનલાઇન ક્લાસ જ નહીં, પરંતુ એડલ્ટ સેક્સ ટોય અને હેલ્થ કન્સલ્ટિંગ જેવી 8 કંપનીઓ સાથે પણ જોડાયેલી છે. અત્યારે તેના તમામ પ્રમોશનલ વીડિયો અને લેક્ચર્સ હટાવી દેવામાં આવ્યા છે અને પોલીસ તેના બેંક ખાતાઓ ખંગાળી રહી છે.


આ પણ વાંચો: સ્ફોટક દાવો : ચીનની વસ્તી ફક્ત 50 કરોડ, એક અબજ લોકો ફક્ત કાગળ પર

આ પણ વાંચો:યુએનમાં ભારતે પાકિસ્તાનને દેખાડ્યો અરીસો, 1971ની જાતીય હિંસા મુદ્દે કડક પ્રહાર કર્યો

આ પણ વાંચો:UNSCમાં ઈમરજન્સી બેઠક, ઈરાન પર હુમલા બાદ રશિયા, ચીન અને પાકિસ્તાને મૂક્યો આ પ્રસ્તાવ