Not Set/ CAB નો હવે દિલ્હીમાં પણ વિરોધ, વાહનોમાં તોડફોડ આગચપી,ટીયર ગેસ છોડાયો

સીટીઝન નાગરિકતા બીલને લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા પછી રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદથી દેશભરમાં નાગરિકતા સુધાર કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. આસામમાં હિંસક પ્રદર્શનો થયા પછી હવે રવિવારે મોટી સંખ્યામાં લોકોએ દિલ્હીના ઓખલા શાહીન બાગ વિસ્તારમાં નાગરિકતા કાયદાનો વિરોધ કર્યો હતો. દિલ્હીમાં લોકોએ વિરોધ પ્રદર્શન ચાલુ કરતા આસપાસના ઘણા દુકાનદારો ડરીને […]

Top Stories India

સીટીઝન નાગરિકતા બીલને લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા પછી રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદથી દેશભરમાં નાગરિકતા સુધાર કાયદા સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. આસામમાં હિંસક પ્રદર્શનો થયા પછી હવે રવિવારે મોટી સંખ્યામાં લોકોએ દિલ્હીના ઓખલા શાહીન બાગ વિસ્તારમાં નાગરિકતા કાયદાનો વિરોધ કર્યો હતો.

દિલ્હીમાં લોકોએ વિરોધ પ્રદર્શન ચાલુ કરતા આસપાસના ઘણા દુકાનદારો ડરીને તેમની દુકાનો બંધ કરી દીધી છે. ગુસ્સે થયેલા લોકોએ વાહનોમાં તોડફોડ અને આગ લગાવી હતી. સાઉથ દિલ્હીમાં ઉશ્કેરાયેલ ટોળાએ બસમાં તોડફોડ કરી હતી.સડકો પર વિરોધ કરવા નીકળેલા લોકોનો ગુસ્સો જોઇને નજીકના બજારોના લોકો ગભરાઈ ગયા હતા અને દુકાનો બંધ થવા લાગી હતી.રસ્તા પર પણ મોટો જામ થઈ ગયો હતો.

પોલીસે ટોળાને કાબુમાં લેવા ટીયર ગેસના શેલ છોડયા હતા.વિરોધના કારણે નાની-મોટી દરેક પ્રકારની કાર જામમાં અટવાઇ ગઈ છે. આ અગાઉ જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ આ કાયદાનો સખ્ત વિરોધ કર્યો હતો, ત્યારબાદ પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો.

જો કે, આજે સવારે યુનિવર્સિટી મેનેજમેન્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ વિરોધ યુનિવર્સિટી કેમ્પસની બહાર હતો અને તેમાં મોટી સંખ્યામાં બાહ્ય તત્વો સામેલ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.