Not Set/ નેપાળમાં ગમખ્વાર બસ અકસ્માત, 14 લોકોનાં મોત, 19 ઘાયલ

નેપાળમાં એક ગંભીર બસ અકસ્માત  થયો છે. આ અકસ્માતમાં 14 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 19 લોકો ઘાયલ થયા હતા, જેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ હતી.  ઘટનાસ્થળે જ બસ કાથલીન ચોકથી ડોળાથી કાઠમંડુ તરફ જઇ રહી હતી, જ્યારે 2 લોકોનું […]

World

નેપાળમાં એક ગંભીર બસ અકસ્માત  થયો છે. આ અકસ્માતમાં 14 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 19 લોકો ઘાયલ થયા હતા, જેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ હતી.  ઘટનાસ્થળે જ બસ કાથલીન ચોકથી ડોળાથી કાઠમંડુ તરફ જઇ રહી હતી, જ્યારે 2 લોકોનું હોસ્પિટલમાં મોત થયું હતું

નેપાળમાં આજે રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે.  જેમાં 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે 19 લોકો ઘાયલ થયાં હતાં. આ અકસ્માત સિંધુપલ ચોક પાસે થયો હતો. એક બસ બેકાબૂ બની હતી અને પલટી ખાઇ ગઇ હતી. પ્રાપ્ત માહિત અનુસાર બસમાં 40 મુસાફરો હતા. આ અકસ્માતમાં 14 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 19 લોકો ઘાયલ થયા હતા,  ઘાયલને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માત બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ હતી.

જિલ્લા પોલીસ કચેરી સિંધુપાલચોકના પ્રવક્તાના જણાવ્યા અનુસાર,  12 મુસાફરોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોનું મોત હોસ્પિટલમાં થયું હતું. “અમારો અંદાજ છે કે બસમાં ઓછામાં ઓછા 32 લોકો હતા. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર નાસી છૂટ્યો, જ્યારે તેનો સહાયક ગંભીર રીતે ઘાયલ થયો હતો.” પોલીસે જણાવ્યું કે તેઓ આ અકસ્માત પાછળનું કારણ શોધી રહ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સુનકોસી રૂરલ પાલિકા પાસેના માર્ગથી સો મીટર નીચે બસ બીજા રસ્તા ઉપર પલટી ગઈ હતી. પ્રખ્યાત ધાર્મિક અને પર્યટન સ્થળ ડોળાના કાલીન ચોકથી બસ કાઠમંડુ જઇ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.