Ahmedabad News : પીસીબી પોલીસને માહિતી મળી હતી કે બાપુનગરમાં ગુજરાત બોટલિંગ ચાર રસ્તા પાસે આવેલા રજની ઈન્ડસ્ટ્રિયલના શેડ નંબર 5ના ધાબા પર વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ જથ્થો ઓઢવના રવિ કેદારસિંહ રાજપૂત, અરૂણ કલ્યાણપ્રસાદ ભટ્ટ તથા અમરાઈવાડીના સુમિત ઉર્ફે કાંચો અને તેમના મળતીયા માણસોએ રાખ્યો છે.
આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં ધાબા પરથી વિદેશી દારૂની રૂ.4,97,280 ની કિંમતની 3192 બોટલો કબજે કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને ઉપરોક્ત ત્રણેય ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:ચિકન બિરયાનીમાં નીકળી સિગારેટ, ગ્રાહકે રેસ્ટોરન્ટમાં કર્યો હંગામો, વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:જ્યારે ડિલિવરી એજન્ટે ફેલાવી અફવા તો Zomatoએ કહ્યું- ખોટી માહિતી ન આપો, પોસ્ટ થઈ વાયરલ
આ પણ વાંચો:પાણીપુરીમાં કીડી ભરીને ખાઓ મજાથી, વીડિયો થઈ ગયો વાયરલ
