અમેરિકામાં રહેતી ચીનની મહિલાએ કરેલો સ્ફોટક દાવો હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઈ ગયો છે. તેના સ્ફોટક દાવાએ તરખાટ મચાવી દીધો છે કે ચીનની વસ્તી વાસ્તવમાં 1.41 અબજ નથી, પરંતુ ફક્ત 50 કરોડ કે તેનાથી પણ ઓછી છે. જો તે 40 કરોડથી પણ ઓછી હોય તો આશ્ચર્ય ન થવું જોઈએ. તેના આ દાવાના કારણે આખા વિશ્વમાં ચકચાર મચી ગઈ છે.
આનો કહેવાનો સીધો અર્થ એમ જ થાય છે કે ચીનની વસ્તી લગભગ દોઢેક અબજ જેટલી હોવાના બધા દાવા ખોટા છે. ચીનની વસ્તીમાં એક અબજ લોકો કાગળ પર જ છે, તેમના આઇ કાર્ડથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડીને બેન્ક ખાતાથી લઈ બધુ જ નકલી છે. આમ ચીન વિશ્વનું સૌથી મોટું ફ્રોડ ઇકોનોમી છે. તેણે તેના આર્થિક વિકાસથી લઈને તેની વસ્તીના આંકડા બધે ફ્રોડ કર્યો છે.
ચીનના સામ્યવાદી શાસનની વિરોધી આ મહિલાનો દાવો છે કે 1950માં ચીનની વસ્તી 50 કરોડ હતી. આ જ વર્ષમાં ચીનમાં સામ્યવાદી પક્ષે લોહિયાળ ક્રાંતિ પછી સત્તા કબ્જે કરી. ભારતમાં જેમ સામ્યવાદી અને માર્ક્સવાદી તથા નકસલવાદીનું સંયોજન સશસ્ત્ર ક્રાંતિ દ્વારા સત્તા કબ્જે કરવાનું સપનું સેવે છે તે ચીને 1950માં જ પાર પાડ્યુ હતુ. આ લોહિયાળ ક્રાંતિ હતી. આમ 1950થી ચીન પર સામ્યવાદી એટલે કે કમ્યુનિસ્ટ સરકારનું શાસન છે. તેના શાસનમાં 1959માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને તેમા ત્રણ કરોડ લોકો માર્યા ગયા હતા.
તેના પછી ચીને 1970માં વન ફેમિલી વન ચાઇલ્ડની પોલિસી પર અમલ કર્યો હતો. આ અમલ એકદમ ચુસ્ત રીતે કરવામાં આવ્યો હતો. આ પોલિસી ચીને છેક 2020 સુધી ચાલુ રાખી હતી. હવે સીધી સાદી ગણતરી મૂકીએ તો પણ કોઈપણ દેશે પોતાની વસ્તી ફક્ત 50 વર્ષના સમયગાળામાં અઢી ગણીથી ત્રણ ગણી કરવી હોય તો તે દેશની દરેક મહિલાએ ઓછામાં ઓછામાં ચાર બાળકને જન્મ આપવો પડે. આમ થાય તો જ તેની વસ્તીમાં બમણા ઉપરાંતનો વધારો થઈ શકે.
ભારતમાં પણ કુટુંબ નિયોજન હતુ, પરંતુ લોકશાહી દેશ હોવાથી તેનું ચુસ્ત રીતે પાલન થયું ન હતુ. તેના કારણે ભારતની વસ્તી સતત વધતી જ ગઈ હતી. જ્યારે ચીનમાં તો વન ચાઇલ્ડ પોલિસીનું ચુસ્ત રીતે પાલન થયું હોવાના કારણે તેની વસ્તી વધવાનો તો સવાલ જ નથી. તેથી તેની વસ્તી બમણી કે ત્રણ ગણી તો શું દોઢગણી પણ થઈ નથી. આમ ચીનની વસ્તી 50 કરોડની આસપાસ જ સ્થિર રહી હોવાનું આ મહિલાનો દાવો છે, કારણ કે તેણે વન ફેમિલી વન ચાઇલ્ડનો અમલ એકદમ ચુસ્ત રીતે અને અત્યંત ક્રૂર રીતે કર્યો છે. આ સંજોગોમાં તેની વસ્તી જેનો તે દાવો કરે છે તેટલો હોવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી.
આ ઉપરાંત ચીનના બીજા કમ્યુનિસ્ટ પાર્ટી વિરોધી રિસર્ચરનો દાવો છે કે 1738માં ચીનની વસ્તી 15 કરોડની હતી. આ સંજોગોમાં લગભગ 300 વર્ષના સમયગાળામાં તે 17મી સદીનો જન્મદર જાળવીને ચીન કઈ રીતે તેની વસ્તી નવ ગણી વધારી શકે, કોઈને પણ વિચાર કરતાં કરી નાખે તેવો સવાલ છે. આમ ચીને તેના જીડીપીને સાચો ઠેરવવા માટે વર્ષોના વર્ષો સુધી તેની વસ્તીના આંકડા પણ ખોટા બતાવ્યા છે, જેથી તે તેના વધતા જતા જીડીપીને યોગ્ય ઠેરવી શકે.
ચીને વર્ષોના વર્ષો સુધી આ નકલી આંકડો બતાવ્યો, પરંતુ હવે આ આંકડો કાબૂ બહાર જતો રહ્યો હોવાથી ચીન છેલ્લા ચાર વર્ષથી તેની વસ્તીના આંકડામાં નેગેટિવ ગ્રોથ બતાવી રહ્યુ છે. આમ તે વર્ષોના વર્ષો સુધી તેની વસ્તીના આંકડામાં નેગેટિવ ગ્રોથ બતાવીને અગાઉ જે ઊંચા આંકડા બતાવ્યા હતા તેને સરભર કરી નાખશે.
આશ્ચર્યની વાત એ છે કે ચીનની આ વાસ્તવકિતાની શું પશ્ચિમ અને તેમા પણ ખાસ કરીને યુરોપને જાણ નહી હોય, આ અંગે બે થિયરી છે ઘણા લોકો માને છે કે યુરોપ જાણતું જ નથી, પણ ઘણા માને છે કે યુરોપને કદાચ તેની જાણ થઈ ગઈ છે, પણ ચીનમાં યુરોપનું અબજો ડોલરનું રોકાણ છે. યુરોપના પેન્શન ફંડોથી લઈને અનેક રોકાણકારોએ અબજો ડોલર ચીનમાં નાખેલા છે. હવે જો ચીન અંગે આ પ્રકારની વાતનો પર્દાફાશ થાય તો તેમના અબજો ડોલરના રોકાણ પર પાણી ફરી વળે. હવે જો ચીનને દેવાળિયુ જાહેર કરવામાં આવે તો તેમના બધા રોકાણ સલવાઈ જાય. તેના કારણે પશ્ચિમી બધી બેન્કો અને નાણા સંસ્થાઓએ પણ દેવાળું ફૂંકવાનો દહાડો આવે. કદાચ 2008 જેવી વૈશ્વિક નાણાકીય કટોકટીનું પણ સર્જન થઈ શકે. તેના કારણે હવે તેઓ ચીનમાંથી એકઝાટકે નહીં પણ હળવે હળવે બહાર નીકળી રહ્યા છે.
હવે જો ચીનની વાસ્તવિક વસ્તી 50 કરોડ હોય અને તેનું જીડીપી 8 ટ્રિલિયન ડોલરનું હોય તો ભારતનું આજનું જીડીપી તો ચાર ટ્રિલિયન ડોલર છે અને વસ્તી પણ, હા સાચી વસ્તી 1.45 અબજની છે. આ જોતાં તો ભારતીય અર્થતંત્ર તો આગામી કેટલાક વર્ષોમાં ચીનથી આગળ નીકળી જશે, કારણ કે ભારતીય અર્થતંત્ર દર વર્ષે 7થી 8 ટકાના દરે આગળ વધી રહ્યું છે.
ઘણા નિષ્ણાતોનો તો એવો પણ દાવો છે કે ચીનની જીડીપી પણ પોઝિટિવ હોઈ ના શકે, બનાવટ અને પ્રોપગેન્ડમાં ચીન એટલું આગળ છે કે તે ઇચ્છે તેવી ઇમેજ વિશ્વ સમક્ષ બનાવી શકે છે. આખું વૈશ્વિક મીડિયા પછી તેની આ ઇમેજનો પ્રચાર કરે છે. આમ ચીનની જીડીપી અને જનસંખ્યા બંને આ વિશ્વનો આ સદીનો સૌથી મોટો ગોટાળો કહી શકાય.
