MANTAVYA Vishesh/ નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી

નવનીત બાલધિયા પરના હુમલાને લઈને કોળી સમાજ મેદાનમાં છે અને સતત પ્રહારો કરી રહ્યુ છે તે જોતાં આહિર સમાજે (Ahir Community) પણ હવે આ વિવાદમાં ઝૂકાવી દીધું છે. આહિર સેનાને કોળી સમાજની ઉગ્રતાથી લાગી રહ્યુ છે કે જો હવે વિવાદમાં કંઈ નહીં બોલીએ તો નકામું કોઈ કૂટાઈ જશે

Mantavya Vishesh
નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી

બગદાણા ધામના સેવક અને ભૂતપૂર્વ સરપંચ તથા કોળી સમાજના યુવાન નવનીત બાલધિયા (Navneet Baldhiya) નો વિવાદ શાંત પડવાનું નામ લેતો લાગતો નથી. વિવાદ માંડ-માંડ શાંત પડતો હોય તેવું લાગે છે ત્યારે ફરી પાછો કોઈ એવો તણખો ઉડે છે કે વિવાદ પાછો અગનજ્વાળાનું સ્વરૂપ શાંત કરી લે છે. નવનીત બાલધિયા પરના હુમલાને લઈને તાજેતરમાં જ બગદાણા ધામ ખાતે કોળી સમાજના ચાર યુવાનોએ આત્મવિલોપન (Self immolation)નો પ્રયત્ન કરતાં મામલો બીચક્યો હતો. પોલીસની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી.

નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી

નવનીત બાલધિયા વિવાદઃ કોળી પછી આહિર સમાજ મેદાનમાં

આમ કોળી સમાજ નવનીત બાલધિયા પરના હુમલાને લઈને મેદાનમાં છે અને સતત પ્રહારો કરી રહ્યુ છે તે જોતાં આહિર સમાજે (Aahir Community) પણ હવે આ વિવાદમાં ઝૂકાવી દીધું છે. આહિર સેનાને કોળી સમાજની ઉગ્રતાથી લાગી રહ્યુ છે કે જો હવે વિવાદમાં કંઈ નહીં બોલીએ તો નકામું કોઈ કૂટાઈ જશે અને માયાભાઈ આહિર (Mayabhai Aahir) જેવા બિનવિવાદાસ્પદ વ્યક્તિ પર સતત આ પ્રકારના પ્રહારો કઈ રીતે સાંખી લેવાય. અહીં આહિર સમાજ તે વાત સાથે સંમત છે કે નવીન બાલધિયા પર હુમલો થયો તે કિસ્સામાં તેમને ન્યાય મળવો જોઈએ.

નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી

આહિર સેનાઃ માયાભાઈએ માફી માંગી લીધી, હવે શું જોઈએ

આમ છતાં માયાભાઈ આહિરને આ બાબતને લઈને જે રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને તેમની સામે સતત ઉશ્કેરણીજનક વાતો કરવામાં આવી રહી છે તે આહિર સમાજને પસંદ આવી નથી. આહિર સમાજે સ્પષ્ટ જણાવ્યું હતું કે માયાભાઈએ પોતે કરેલાં ભૂલ બદલ માફી માંગી લીધી પછી તેમની સામે આ પ્રકારના શાબ્દિક પ્રહારો શા માટે કરવામાં આવી રહ્યા છે. બાકી કોઈ સામાન્ય વ્યક્તિ ફોન કરે અને તે ફોન માયાભાઈએ ઉપાડ્યો અને પોતાની બોલવામાં ભૂલ થઈ ગઈ હતી તેની કબૂલાત કરી. હવે તેમને ફોન કરનારા પર હુમલો થયો, તેમા માયાભાઈનો શું દોષ છે.

નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી

માયાભાઈની જાણે મીડિયા ટ્રાયલ ચાલી રહી છે

માયાભાઈ સામે સતત ચાલતા વિરોધના પડઘમના કારણે આહિર સમાજની આહિર સેના  માયાભાઈના સમર્થનમાં મેદાનમાં ઉતરી છે અને તેનો દાવો છે કે માયાભાઈ અને તેમના કુટુંબને કશા કારણ વગર દંડિત કરવામાં આવી રહ્યા છે. તેમની સામે જાણે એકપણ ગુના વગર ટ્રાયલ ચલાવવામાં આવી રહ્યા હોય તેવી સ્થિતિ છે. આવું તો કોઈ ગુનેગારને પણ કરવામાં આવતું નથી. માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારવાની વિનમ્રતા બતાવી તે તેમની શું ભૂલ છે. તેમણે તો એવો તે કયો ગુનો કર્યો કે તેમની સામે એક સમાજને આટલો બધો ગુસ્સો ઉમટી આવ્યો છે. બાલધિયા પરના હુમલાની પોલીસ તપાસ થઈ અને પોલીસ તપાસમાં વિશ્વાસ પડતો નથી તો સરકારે સિટ બેસાડી છે. તેનો અહેવાલ આવશે, આ અહેવાલ પર સરકાર કાર્યવાહી કરશે તો પછી માયાભાઈનો આટલો વિરોધ શા માટે કરવામાં આવે છે.

નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી
માયાભાઈ સામે કરવામાં આવતા દેખાવો શું તેમને રાજકીય રીતે ચૂપ કરી દેવાનો પ્રયાસ છે, જેથી ભવિષ્યમાં તે કોઈની તરફેણમાં પ્રચાર કરવા માટે મેદાનમાં પણ ન ઉતરી શકે. તેમણે શું અલગ જ પ્રકારના રાજકીય વલણની કિંમત ચૂકવવી પડી રહી છે. તેમની સામે આ વિવાદનો ઉપયોગ એક રાજકીય હાથા તરીકે થઈ રહ્યો હોવાની ગંધ અમને આવે છે, એમ આહિર સેનાએ જણાવ્યું હતું. હવે વિચાર કરો કે માયાભાઈથી એક હોદ્દો બોલવામાં ભૂલ થઈ ગઈ અને તેમની ખબર પડતાં તેમણે માફી પણ માંગી લીધી. આ સિવાય તેમણે કશું પણ કર્યુ નથી કે એકપણ શબ્દ બોલ્યા નથી, તો પણ તેમની સામે આટલો બધો પ્રચંડ વિરોધ શાના માટે કરવામાં આવે છે.

નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી

માયાભાઈની લોકપ્રિયતા કોને ખૂંચી રહી છે તે સવાલ

માયાભાઈની લોકગાયક તરીકેની કારકિર્દી અને લોકપ્રિયતા કોના આંખમાં ખૂંચી રહી છે જેમા પંચર પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. માયાભાઈ તો અઢારે વર્ણમાં લોકપ્રિય છે, કોને તેમની આ લોકપ્રિયતા ગમી નથી તે મોટો સવાલ છે. અમને લાગે છે કે માયાભાઈ માટે તેમની લોકપ્રિયતા જ મોટી દુશ્મન બની છે. શું લોકપ્રિય હોવું ગુનો છે. માયાભાઈએ હંમેશા સમાજો વચ્ચે શાંતિ જાળવી રાખવા જ જણાવ્યું છે. તેમણે ક્યારેય કોઈ વિવાદાસ્પદ નિવેદન કર્યા નથી. અમને ક્યાંક લાગી રહ્યુ છે કે જાણે માયાભાઈના નામે અમારા માટે ગર્ભિત સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે. જો ખરેખર આવું કંઇપણ હોય તો અમે તેના માટે પણ તૈયાર છીએ.

આહિર સેનાના વડાએ તેના વિડીયો સંદેશામાં જણાવ્યું હતું કે આટલા વર્ષોમાં તમે ક્યાંય માયાભાઈએ સમાજો વચ્ચે વૈમનસ્ય વધે તેવું નિવેદન આપ્યું હોવાનું સાંભળ્યું નહી હોય. તેઓ તો હંમેશા સામાજિક એકતાના સમર્થક રહ્યા છે અને કલાને વરેલા રહ્યા છે. અમે હાલમાં પણ આ શાંતિ માયાભાઈની ઇચ્છાને માન આપીને જ જાળવી છે. બાકી રસ્તા પર ઉતરીને દેખાવો તો અમે પણ કરી શકીએ છીએ અને ભૂતકાળમાં કરેલા પણ છે. પણ માયાભાઈ ઇચ્છતા નથી કે ફક્ત મારા કારણે બે સમાજ વચ્ચે વિખવાદ થાય. માયાભાઈને અમારી જ્યાં પણ જરૂર પડે તેવી બધા જ પ્રકારની બાબતમાં અમે તેમની સાથે છીએ. તેમના માટે જરૂરી કાયદાકીય લડત આપવી પડે તો પણ અમે તેના માટે તૈયાર છીએ.

નવનીત બાલધિયાના હુમલાના વિવાદમાં આહિર સેનાની એન્ટ્રી
આહિર સેના પણ જરૂર પડે તો આ વિવાદને ઉકેલની દિશામાં આગળ લઈ જવા માટે દરેક સમાજ સાથે વાત કરવા તૈયાર છે, અધિકારીઓ સાથે વાત કરવા તૈયાર છે, સાંસદોથી લઈને ધારાસભ્યો અને મુખ્યમંત્રી સાથે વાત કરવા તૈયાર છે. આહિર સેનાએ ભૂતકાળમાં પણ આવા મોટા વિવાદો ધારાસભ્યો અને મુખ્યમંત્રી સાથે વાત કરીને સફળતાપૂર્વક ઉકેલ્યા છે. આમ આહિર સેના વિવાદ ઉકેલવામાં માહિર છે. અમને વિવાદોની વણઝાર ચલાવવા કરતાં સામાજિક સંવાદિતા જાળવવામાં વધારે રસ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોને બધા ખરીફ પાકના ટેકાના ભાવ કરતાં 10થી 30 ટકા નીચા ભાવ મળ્યા

આ પણ વાંચો: અમરેલીના કોલેજના નિયામકે વિદ્યાર્થીનીઓની છેડતી કરતાં જેનીબેન ઠુમ્મર લાલઘૂમ

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ : ધાબાની મોજથી આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ બનવા સુધી