MANTAVYA Vishesh/ મારા પુત્રને અધમૂઓ કરીને બસ આગળ ફેંકી દઈ હત્યા કરાઈ: રતનલાલ જાટ

રાજકોટ (Rajkot)ના ગોંડલ (Gondal)માં રાજકુમાર જાટ (Rajkumar Jat) ના મોતનો વિવાદ થમવાનું નામ લેતો નથી… પોલીસ તપાસમાં રાજકુમાર જાટનું મોત બસની ટક્કરથી થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેના પિતા રતનલાલ જાટ (Ratanlal Jat) આ થિયરીને માનતા નથી….

Mantavya Vishesh

રાજકોટ (Rajkot)ના ગોંડલ (Gondal)માં રાજકુમાર જાટ (Rajkumar Jat) ના મોતનો વિવાદ થમવાનું નામ લેતો નથી… પોલીસ તપાસમાં રાજકુમાર જાટનું મોત બસની ટક્કરથી થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેના પિતા રતનલાલ જાટ (Ratanlal Jat) આ થિયરીને માનતા નથી….

તેમણે રાજકુમાર જાટના મોતનો ફોરેન્સિક રિપોર્ટ (Forensic Report) આવ્યા પછી ઓડિયો જાહેર કર્યો છે…. તેમણે જણાવ્યું હતું કે મારી સાથે અને મારા પુત્ર સાથે ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsingh Jadeja) ના ઘરે ગ્રાઉન્ડ ફ્લોર પર મારપીટ થઈ હોવાનું હવે ફોરેન્સિક રિપોર્ટમાં પણ પુરવાર થયું છે….આ બાબતે પોલીસે ક્યાં તો અધૂરા સીસીટીવી ફૂટેજ (CCTV Footage) જાહેર કર્યા છે અથવા તો પોલીસને અધૂરા સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે… મારા પુત્રને રીતસર ગન પોઇન્ટ (Gun Point) પર ઉઠાવી જવામાં આવ્યો છે….

 રિપોર્ટમાં સ્પષ્ટ બતાવાયું છે તેના શરીર પરના લાકડીના મારના સંખ્યાબંધ ઘા છે. તેના ગુદામાં પણ ઘા મારવામાં આવ્યા છે તે સ્પષ્ટ થઈ ગયું છે…. આના પરથી તેને કેટલી હદ સુધી શારીરિક યાતના આપવામાં આવી તેનો ખ્યાલ આવે છે, આ હું નથી કહેતો ફોરેન્સિક રિપોર્ટ જ કહે છે…. શું હવે પણ તેઓ કહેશે કે મારા પુત્રનું અકસ્માતમાં મોત થયું છે…. જરા પણ નહીં. આ રીતસરની હત્યા જ છે….

આ પહેલા રતનલાલ જાટ શુક્રવારે કુવાડવા પોલીસમથકે ગયા હતા અને પુત્રના પીએમ રિપોર્ટ (Postmortem Report) સહિતના દસ્તાવેજો લીધા હતા…. તે સમયે પણ તેમણે જણાવ્યું હતું કે પોલીસ જયરાજસિંહ જાડેજાના ઘરના અધૂરા સીસીટીવી ફૂટેજ આપી રહી છે…. તેમણે સવાલ કર્યો હતો કે પોલીસ શા માટે ઘરના પૂરા સીસીટીવી ફૂટેજ આપી રહી નથી…. તેમણે આ ઘટનાની સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે… તેમણે જણાવ્યું હતું કે મારા પર ગણેશ ગોંડલને કોઈ ફોનબોન આવ્યો નથી…. તેની સાથે તેમની દસ સેકન્ડની ફેક ઓડિયો ક્લિપ (Fake Audio Clip)  વાઇરલ કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો….

તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે મારા પુત્રની હત્યા (Murder) જ કરવામાં આવી છે અને તેને પછી અકસ્માત (Accident) માં ખપાવવામાં આવી છે…. તેમણે જણાવ્યું હતું કે તેના શરીર પર 42 ઇજા શું બતાવે છે, શું લક્ઝરી બસ (Luxury Bus) ની એક જ ટક્કરથી થોડી આટલી બધી ઇજા થાય…. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે મારો પુત્ર ભર તડકામાં 60 કિલોમીટર ચાલ્યો હતો હવે તે કેવી રીતે શક્ય બને તે સામાન્ય સમજની બહાર છે… કોઈપણ વ્યક્તિ ચાર પાંચ કિલોમીટર માંડ સરેરાશ ચાલતો હોય તે ભર તડકામાં 60 કિ.મી. ચાલે કઈ રીતે? આ બતાવે છે કે તે ત્યાં આવ્યો ન હતો, પરંતુ તેને ત્યાં લઈ જવામાં આવ્યો હતો….

તેમણે ઉમેર્યું હતું કે પોલીસે તેના માનસિક આરોગ્યને લઈને સવાલ ઉઠાવે છે તો હું જણાવી દઉં કે તેણે મિલિટરી ફિટનેસ ટેસ્ટ પાસ કરેલી છે…. તેથી માનસિક સ્થિતિ અંગે કશું જ કહેવાપણું નથી…. જો તે આટલો નબળો હોત તો તેણે મિલિટરી ફિટનેસ ટેસ્ટ પાસ કરી ન હોત… સીસીટીવીમાં તે જે રીતે ચાલતો બતાવવામાં આવ્યો છે તેના પરથી સ્પષ્ટ દેખાય છે કે કોઈ વ્યક્તિને બરોબરનો માર મારવામાં આવે અને પછી તે જે રીતે ચાલે તે રીતે તે ચાલે છે… તેના કપડા ત્રણ વખત બદલવામાં આવ્યા છે, તે કોણે બદલ્યા….તે ઘરેથી તો પહેરેલા કપડે જ બહાર નીકળ્યો હતો…. મંદિરમાં ગયો ત્યારે તેણે જે કપડા પહેર્યા હતા તે ક્યાં છે તે સવાલનો કોઈ જવાબ નથી….

વાસ્તવમાં જયરાજસિંહ જાડેજાના ઘરની આગળ બબાલ થયા પછી અમને માર મારવામાં આવ્યો હતો, અમે પછી ઘરે આવી ગયા હતા. આખી ઘટના ભૂલી ગયા હતા….પણ તેઓને આટલાથી સંતોષ થયો લાગતો ન હતો….તેથી પહેલાં તો અમે એવું જ માનતા હતા કે મારો પુત્ર અડધી રાત્રે બહાર નીકળી ગયો છે, પણ હવે તો રીતસર લાગે છે કે તેને જયરાજસિંહના માણસો ઉઠાવીને લઈ ગયા છે અને તેને જબરદસ્ત માર મારવામાં આવ્યો છે…. રીતસરના જાણે તેના હાડકા તોડી નાખવામાં આવ્યા હોય તેવો માર મરાયો છે…પછી તેને અધમૂઓ કરીને લક્ઝરી બસ આગળ ફેંકી દઈને તેનું મોત નીપજાવવામાં આવ્યું લાગે છે…પોલીસે ફક્ત લક્ઝરી બસ જ નહીં પણ ત્યાંથી પસાર થયેલી બીજી ગાડીઓની પણ તપાસ કરવી જોઈતી હતી અને આ ગાડીઓમાં કઈ-કઈ ગાડીઓ જયરાજસિંહના સાગરિતોની છે તે પણ જોવું જોઈતું હતું, પરંતુ આવું કશું લાગતું નથી…. તેથી હું આ કેસમાં બીજું કશું જ નહીં પણ મારા પુત્રને ન્યાય ઇચ્છું છું….તેથી આ કેસની સીબીઆઈ તપાસ (CBI Inquiry) કરે અને મારા મૃતક પુત્રને ન્યાય મળે તેવી મારી વિનંતી છે….

રાજકુમાર જાટના મોતના મામલે ભાજપના સાંસદ બેનિવાલ (Beniwal) પછી હવે કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રીએ પણ તેમા ઝંપલાવ્યું છે…રાજસ્થાનના કોંગ્રેસના ચાર વખતના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી રામલાલ જાટે (Ramlal Jat) જણાવ્યું હતું કે રાજકુમાર જાટનો મૃતદેહ પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં બિનવારસી લાશ તરીકે પડી રહ્યો હતો…. તેમણે જણાવ્યું હતું કે આ કેસમાં સ્થાનિક પોલીસે કરેલી કામગીરીનો તેમને વિશ્વાસ નથી…. તેમણે આ મુદ્દે સીબીઆઈ તપાસની માંગ કરી હતી….

તેઓ આ બાબતને લઈને ગુજરાતમાં ગાંધીનગર પણ આવ્યા હતા અને સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને (CM BhupendraPatel)  મળ્યા હતા… તેમણે જણાવ્યું હતું કે સીએમે તેમને તલસ્પર્શી તપાસની ખાતરી આપી છે…અમને પોલીસ તપાસનો ભરોસો નથી, પણ હવે સીએમે ખાતરી આપી છે એટલે અમને ભરોસો છે…તેમણે જણાવ્યું હતું કે જો ગોંડલ જેવા નાના શહેરમાં આવો ભયનું વાતાવરણ હશે તો ત્યાં બીજા લોકો ક્યાંથી આવી શકે…. પીએમ મોદીના સબ સલામત મનાતા ગુજરાતમાં આ પ્રકારની ઘટના આશ્ચર્યજનક હોવાની સાથે નિંદનીય પણ છે. અમે વિવાદ નહીં ન્યાય ઇચ્છીએ છીએ….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર

આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ

આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’