MANTAVYA Vishesh/ વિસાવદર-કડી પેટાચૂંટણી: AAPને ઝાટકો, કોંગ્રેસ ઉતારશે ઉમેદવાર

હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે ‘આખિર જિસ કા ડર થા વહી હુઆ’ ગુજરાતના રાજકીય પરિદ્રશ્યને પણ આ બાબત બરાબર લાગુ પડે છે. AAP ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પર દારોમદાર બાંધીને બેઠી હતી કે તે તેના ઉમેદવાર નહીં ઉતારે, પણ કોંગ્રેસ તો રીતસરનું રણશિંગુ ફૂંકવાની જાહેરાત કરી દીધી છે. આમ હવે વિસાવદર અને કડીની […]

Mantavya Vishesh

હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે ‘આખિર જિસ કા ડર થા વહી હુઆ’ ગુજરાતના રાજકીય પરિદ્રશ્યને પણ આ બાબત બરાબર લાગુ પડે છે. AAP ગુજરાતમાં વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં કોંગ્રેસ પર દારોમદાર બાંધીને બેઠી હતી કે તે તેના ઉમેદવાર નહીં ઉતારે, પણ કોંગ્રેસ તો રીતસરનું રણશિંગુ ફૂંકવાની જાહેરાત કરી દીધી છે. આમ હવે વિસાવદર અને કડીની પેટાચૂંટણી હવે દ્વિપક્ષીય નહીં પણ બહુપક્ષીય એટલે કે ત્રિપાંખિયો જંગ હશે, કોંગ્રેસની આ જાહેરાતે AAPને બતાવી દીધું છે કે AAPએ હરિયાણામાં કોંગ્રેસને હરાવવામાં જરા પણ કચાશ રાખી ન હતી તે વાત કોંગ્રેસ હજી ભૂલ્યું નથી.

આના પગલે હવે વિસાવદર અને કડીમાં શાસક પક્ષની સાથે-સાથે વિપક્ષમાં કોંગ્રેસ અને AAP બંને એકબીજા સાથે બરોબરની હરીફાઈ કરતાં જોવા મળશે. કોંગ્રેસે આ જાહેરાત સાથે તે પણ નક્કી કરી લીધું છે કે ગુજરાતના અને કેન્દ્રના રાજકારણમાં તે ભલે બીજા નંબરે આવી ગયું હોય, પરંતુ તેણે કોઈપણ ભોગે ત્રીજા નંબરે તો નથી જ જવું. તેની સાથે કોંગ્રેસે જણાવ્યું છે કે AAPની સાથે કેન્દ્રમાં અમારું જોડાણ યથાવત છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગઠબંધનનો પણ ધર્મ હોય છે અને કોંગ્રેસ આ ધર્મ બજાવી ચૂકી છે. આ અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસે ભરૂચ અને ભાવનગરની બેઠક આપ માટે છોડી હતી. પણ ગુજરાતના રાજકારણની હકીકત એ છે કે રાજ્યની પ્રજાએ ક્યારેય ત્રીજો પક્ષ સ્વીકાર્યો જ નથી. ગુજરાતનું રાજકારણ હંમેશા શાસક પક્ષ અને વિપક્ષ એમ બે ધ્રુવીય જ રહ્યું છે. તેમા ત્રીજા પક્ષને કોઈ સ્થાન મળ્યું નથી. આ બધા પરિબળો પર વિચાર કર્યા પછી અમે નક્કી કર્યું છે કે વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં અમે અમારો ઉમેદવાર ઊભો રાખવામાં આવશે.

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન તાજેતરમાં ગુજરાતમાં જ યોજાઈ ગયું હતું. રાહુલ ગાંધી પોતે માનવા લાગ્યા છે કે જો કેન્દ્રમાં ભાજપને હરાવવું હશે તો તેને પહેલા તેના ગઢ ગુજરાતમાં પછાડવુ પડશે. તેથી હવે તે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવામાં લાગ્યા છે. તે હવે ગુજરાત કોંગ્રેસમાં નવસર્જન કરી રહ્યા છે. આ સંજોગોમાં હવે કોંગ્રેસની ઘોડીએ ચાલીને કોઈ બીજો રાજકીય પક્ષ તેમનાથી આગળ નીકળી જાય તે તેમને મંજૂર નથી.

તે સારી રીતે જાણે છે કે AAPએ કોંગ્રેસનો જ વિરોધ કરીને દિલ્હીમાં સત્તા મેળવી હતી. પછી આ જ આપને હવે તેની સત્તા મેળવવા માટે કોંગ્રેસનું સમર્થન જોઈએ છે, પરંતુ જ્યારે કોંગ્રેસને સત્તા મેળવવાની હોય જેમ કે કોંગ્રેસને હરિયાણામાં સત્તા મળે તેમ હતી ત્યાં AAPએ રીતસરની ફાચર મારી હતી. કોંગ્રેસને લાગ્યું કે આ તો ગઠબંધનના નામે AAP રીતસરનો તેની પીઠ પર છૂરો ભોંકી રહ્યું છે. તેથી જ કોંગ્રેસે જ્યારે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે AAP સાથે જોડાણ ન કરીને તેને બરોબરનો ફટકો માર્યો હતો અને કેજરીવાલને રીતસરના ધૂળ ચાટતા કરી બતાવી દીધું હતું કે ચૂંટણીલક્ષી રાજકારણમાં તે ભાજપ સામે હાર્યા છે, પરંતુ કેજરીવાલ સામે હારવા તૈયાર નથી. હવે તેમની નજર પંજાબમાંથી AAPને સત્તા પરથી દૂર કરવા પર છે. AAPએ દિલ્હી અને પંજાબ બંને સ્થળે કોંગ્રેસને જ દૂર કરીને સત્તા મેળવી છે. આ સંજોગોમાં હવે તે કયા મોઢે ગુજરાતમાં કોંગ્રેસ પાસેથી સમર્થન માંગે છે.

 

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે શુક્રવારની કોંગ્રેસની પ્રદેશ સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા પછી કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે કે બંને બેઠક પર કોંગ્રેસ લડશે. બંને પેટાચૂંટણી કોંગ્રેસ એકલા હાથે લડશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકના અધ્યક્ષ પદ હેઠળ શાહીબાગ ખાતે સર્કિટ હાઉસમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિપક્ષના નેતા અમિત ચાવડા, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી, વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી, શૈલેષ પરમાર સહિતના નેતાઓએ સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. આ બેઠક પછી બંને બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય લેવાયો હતો.

હવે આ પેટાચૂંટણીની સફળતા નક્કી કરશે કે રાજ્યમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી બંને પક્ષ સાથે રહીને લડશે કે એકલા રહીને લડશે. કોંગ્રેસ એકલા હાથે લડીને નવસર્જન તરફ આગળ વધશે કે વિધાનસભાની ચૂંટણી માટે સત્તા મેળવવા AAP સાથે જોડાણ કરવાનું પસંદ કરશે તે જોવું પણ રસપ્રદ રહેશે. આ અંગે રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે કોંગ્રેસ આ પેટાચૂંટણી દ્વારા તે જોવા માંગે છે કે ગુજરાતમાં તે હજી કેટલી સ્વીકાર્ય છે કે નહીં. જો આ વખતે તેને સફળતા મળી તો તે વિધાનસભા ચૂંટણી પણ એકલા હાથે લડતા નહીં ખચકાય.

કોંગ્રેસને હવે કમસેકમ વિધાનસભા ચૂંટણીઓમાં તો એમ જ લાગી રહ્યુ છે કે ગઠબંધન ધર્મનું પાલન કરવાની જવાબદારી ફક્ત તેના જ શિરે છે. ત્યાગ પણ એમણે જ કરવાનો છે. જ્યારે AAP રીતસર તેની સાથે છેતરપિંડી કરતી આવી છે. આપ માટે કોંગ્રેસ સત્તા મેળવવા માટેની કાખઘોડીથી વિશેષ કશું નથી. તેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં પણ એવી લાગણી વિકસી છે કે સત્તા મળે કે ન મળે, પણ જે આપણી સાથે ગઠબંધન ધર્મનું પાલન ન કરે તેની જોડે જેવા સાથે તેવા બનીને જ જવાબ આપવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશમાં વસતા ગુજરાતીઓની હિંસા એક વરવી હકીકત

આ પણ વાંચો:  ટ્રાફિકે બગાડ્યો 108નો રિસ્પોન્સ ટાઇમ

આ પણ વાંચો: મોરબીમાં ભ્રષ્ટાચારીઓ જ ‘ભવનાથ’ !