નારીશક્તિ/ પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વાભિમાની દર્શનાબેન

ઢળતી ઉંમરમાં પણ પોતે અગરબત્તી વહેંચીને સ્વમાનથી જીવન નિર્વાહ કરે છે.

Top Stories Mantavya Vishesh

પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે જ્યારે તમારે એકલું જીવન જીવવું પડે તો એનાથી મોટું દુઃખ જીવનમાં બીજુ કોઈ હોઈ જ ના શકે.  ઘડપણમાં જ્યારે સ્વજનોનો સ્નેહ માણવાનો હોય, પરિવાર સાથે સુખ દુઃખ વહેંચવાનું હોય પરંતુ જ્યારે પરિવાર જ તમને તરછોડે ત્યારે કળિયુગ જ યાદ આવે.  એવા જ એક વૃદ્ધ છે જેમની વૃદ્ધત્વની જિંદગી પણ સંઘર્ષથી ભરેલી છે.

મહિલાઓને લાગણીઓનો દરિયો ગણવામાં આવે છે. એટલે જ મહિલાઓ માટે સર્વસ્વ પોતાના સ્વજન પોતાનો પરિવાર જ હોય છે. આવા જ છે દર્શના દેસાઈ કે જે વલસાડના વતની છે.  તેમના માટે પણ સર્વસ્વ પોતાના સ્વજન જ હતા. પરંતુ એ જ સ્વજનોએ દર્શનાબેનને આંસુઓ સાથેની જિંદગી ભેટમાં આપી,  પરંતુ જીવનમાં દુઃખ આવ્યા છતાં પણ વૃદ્ધત્વમાં પણ અનેક સંઘર્ષો બાદ પણ દર્શનાબેને પોતાનું જીવન સામાન્ય બનાવ્યું છે. કોરોનાના કપળા કાળમાં પણ તેમના પરિવારે તેમનો હાથ ન પકડ્યો પણ જિંદગીની દોડ સાતે કદમ મીલાવી દર્શનાબેન સંઘર્ષની લડાઇના વિજેતા છે. અગરબત્તીનો વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ સંઘર્ષની વેદાના તેમના આંસુઓમાં છલકી રહી છે.

દર્શના બેનને બોલવામાં જીબ લથડાય છે. તેઓ સ્પષ્ટ બોલી શકતા નથી. પરંતુ એક સંઘર્ષ કરીને યુવાઓને પણ શરમાવે તેવો ભરપૂર આત્મ વિશ્વાસ અને સ્વાભિમાની દર્શનાબેન પોતાનું ગુજરાન પણ જાતે ચલાવે છે. ઢળતી ઉંમરમાં પણ પોતે અગરબત્તી વહેંચીને સ્વમાનથી જીવન નિર્વાહ કરે છે.

સ્વાભિમાનથી કોઈનો પણ સહારો લીધા વગર સંઘર્ષ કરીને જીવન હાલ પસાર કરવું એ જ દર્શના બેનનું રોજિંદુ જીવન છે. સ્વમાન એ જ છે કે ગરીબિમાં જ્યારે કોરોના સંક્રમિત થયા ત્યારે દર્શના બેન રૂપિયા 50 હજાર લઇને સિવિલ હોસ્પિટલ સારવાર કરાવવા માટે પહોંચ્યા.