Surat News/ સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પુના વેચાણનો અમરોલી પોલીસે કર્યો પર્દાફાશ

ગ્રાહકો વધુ શેમ્પુ (Fake shampoo) ખરીદે તે માટે એક બોટલ પર એક બોટલ ફ્રી જેવી લોભામણી સ્કીમો આપી વેચાણ કરતા હતા. આરોપીઓ પોતાનો કારોબાર

Gujarat Surat

Surat News: સુરત (Surat)માં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પુ (Fake shampoo)ના વેચાણનો અમરોલી પોલીસે (Amroli Police) પર્દાફાશ કર્યો છે. રૂપિયા 16.36 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ક્લાર્કને ઝડપી પાડી બે સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા છે. છેલ્લા 8 વર્ષથી ચાલતો આ નકલી કારોબારથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સુરતમાં અમરોલી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં હેર એન્ડ શોલ્ડર્સ કંપનીનું નકલી શેમ્પુ (Fake shampoo)નું વેચાણ કરતા 3 માંથી 1 શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. અમરોલી પોલીસને બાતમી મળી હતી કે હેર એન્ડ શોલ્ડર્સ (Hair and Shoulders) કંપનીનું નકલી શેમ્પુ (Fake shampoo)નું ઉત્પાદન થઈ રહ્યું છે. પોલીસે રેડ પાડી એક આરોપીને ઝડપ્યો છે, જેમાં 2 મુખ્ય સૂત્રધારો ડેનિશ અને જેમીલ નામના બે લોકો ફરાર થઈ જતાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડેનિશ અને જીમીલ નામના બે ઈસમો 8 વર્ષથી નકલી શેમ્પુ (Fake shampoo) બનાવી વેચાણ કરતા હતા.

ગ્રાહકો વધુ શેમ્પુ (Fake shampoo) ખરીદે તે માટે એક બોટલ પર એક બોટલ ફ્રી જેવી લોભામણી સ્કીમો આપી વેચાણ કરતા હતા. આરોપીઓ પોતાનો કારોબાર ઓનલાઈન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ઈસમો 8 વર્ષમાં કરોડો રૂપિયાનું શેમ્પુ વેચી ચુક્યા છે. ગ્રાહકો દુકાનમાંથી ખરીદી કરે તેના કરતા ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરે તે હેતુથી અલગ અલગ સ્કીમથી પણ છેતરપિંડી કરી પૈસા બનાવ્યા હોવાનું ખુલ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢનાં સુખપુર ગામે મુખ્ય સુત્રધારના કારખાનામાં જ નકલી નોટો છાપતા હતા

આ પણ વાંચો:શાહરૂખના રેસ્ટોરન્ટમાં નકલી પનીર? 2 ટીપાં નાખ્યા પછી થઈ ગયું વાદળી, ઘરે 5 સેકન્ડમાં નકલી ઓળખો

આ પણ વાંચો:જામખંભાળીયામાંથી નકલી CID અધિકારી ઝડપાયો