india news/ મોંઘવારીનો માર! રસોડાના બજેટમાં કેમ પડી રહ્યો છે મોટો ખાડો?

Food Inflation India: ભારતમાં ખાદ્ય મોંઘવારીને કારણે સામાન્ય પરિવારના બજેટ પર વધતો ભાર. ડુંગળી, લસણ અને આદુના ભાવમાં કેટલો વધારો થયો અને દાળ-તેલના ભાવની શું સ્થિતિ છે? આંકડા સાથે સમજો મોંઘવારીનું આખું ગણિત.

India Mantavya Vishesh
Food Inflation India: ડુંગળી, લસણ, આદુના ભાવ વધ્યા, જાણો રસોડાના બજેટ પર અસર

India News: “તમારા ખિસ્સામાંથી પૈસા પહેલાં કરતાં ઝડપથી (Food Inflation India) કેમ ખતમ થઈ રહ્યા છે? કારણ માત્ર એક નથી..દેશભરમાં ખાદ્યપદાર્થોના આસમાને પહોંચેલા ભાવે મધ્યમ અને ગરીબ વર્ગની કમર તોડી નાખી છે.. ડુંગળી (Onion Price) 48 ટકા મોંઘી થઈ છે, લસણના (Garlic Price) ભાવમાં 43 ટકાથી વધુનો ઉછાળો છે અને આદુ તો 73 ટકાથી વધુ મોંઘું થયું છે! સરેરાશ મોંઘવારીનો આંકડો 4.82 ટકા દેખાય છે, પરંતુ રસોડામાં પહોંચો ત્યારે ગણિત કંઈક અલગ જ કેમ દેખાય છે? આજે સમજીએ… દેશના સામાન્ય પરિવાર પર મોંઘવારીનો વાસ્તવિક ભાર કેટલો છે?”

Food Inflation India: ડુંગળી, લસણ, આદુના ભાવ વધ્યા, જાણો રસોડાના બજેટ પર અસર

મોંઘવારીની વાત આવે ત્યારે સૌથી પહેલાં નજર પડે છે સત્તાવાર આંકડા પર. ઓગસ્ટ 2026માં દેશમાં છૂટક મોંઘવારીનો દર 4.82 ટકા રહ્યો, પરંતુ ખાદ્ય મોંઘવારીનો દર 5.95 ટકા હતો. એટલે સામાન્ય માણસના બજેટને અસર કરતી ખાદ્ય ચીજવસ્તુઓમાં ભાવવધારો સરેરાશ મોંઘવારી કરતાં પણ વધારે રહ્યો. અને અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે…મોંઘવારીનો એક સરેરાશ આંકડો દરેક પરિવારના ખર્ચનો એકસરખો અનુભવ બતાવતો નથી.

હવે આવીએ રસોડાની કેટલીક મહત્વની વસ્તુઓ પર. ઓગસ્ટમાં ડુંગળીના ભાવમાં વાર્ષિક 48.27 ટકાનો વધારો નોંધાયો. લસણ 43.60 ટકા અને આદુમાં તો 73.82 ટકાનો વધારો નોંધાયો. એટલે જે વસ્તુ રોજિંદા રસોડામાં વપરાય છે, તેમાં જ જો આટલો મોટો ભાવફેર આવે, તો પરિવારના માસિક બજેટ પર તેની સીધી અસર પડે છે. જોકે તસવીરનો બીજો ભાગ પણ છે…..ટામેટા અને બટાકાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. એટલે મોંઘવારી દરેક ખાદ્ય વસ્તુમાં એકસરખી નથી.

હવે વાત કરીએ દાળ અને તેલની. સરકારી ભાવ મોનિટરિંગના 20 સપ્ટેમ્બરના આંકડા પ્રમાણે તુવેર દાળનો સરેરાશ ભાવ લગભગ 123 રૂપિયા પ્રતિ કિલો, ચણા દાળ લગભગ 87 રૂપિયા અને અડદ દાળ લગભગ 122 રૂપિયા પ્રતિ કિલો હતો. પેક કરેલા સરસવના તેલનો સરેરાશ ભાવ લગભગ 201 રૂપિયા પ્રતિ લિટર હતો. એટલે દાળ, તેલ, શાકભાજી અને મસાલા જેવી અલગ-અલગ વસ્તુઓનો નાનો-મોટો વધારો ભેગો થાય ત્યારે પરિવારના મહિને થતા કરિયાણાના ખર્ચમાં મોટો ફરક પડી શકે છે.

Food Inflation India: ડુંગળી, લસણ, આદુના ભાવ વધ્યા, જાણો રસોડાના બજેટ પર અસર
Food Inflation India: ડુંગળી, લસણ, આદુના ભાવ વધ્યા, જાણો રસોડાના બજેટ પર અસર

પણ સવાલ એ છે કે આ ભાવ કેમ વધી રહ્યા છે? ખાદ્ય મોંઘવારી પાછળ એક જ કારણ નથી. ખેતીનું ઉત્પાદન, વરસાદ અને હવામાન, બજારમાં (Rising Food Prices) આવતો પુરવઠો, મોસમી માંગ, પરિવહન ખર્ચ અને આંતરરાષ્ટ્રીય બજારના ભાવ…આ બધા પરિબળો ખાદ્ય વસ્તુઓના ભાવને અસર કરી શકે છે. ખાસ કરીને શાકભાજી અને મસાલા જેવી વસ્તુઓમાં પુરવઠો થોડો પણ ખોરવાય તો ભાવમાં ઝડપથી ફેરફાર જોવા મળે છે. એટલે મોંઘવારીને સમજવા માટે માત્ર એક મહિનાના ભાવ નહીં, પરંતુ લાંબા ગાળાનો ભાવપ્રવાહ પણ જોવો જરૂરી છે.

તો આખરે સવાલ એ નથી કે મોંઘવારીનો સત્તાવાર આંકડો કેટલો છે… સવાલ એ છે કે મહિનાના અંતે સામાન્ય પરિવારની થેલીમાં કેટલું ઓછું સામાન આવે છે અને કેટલા વધુ રૂપિયા ખર્ચાય છે.એક તરફ સરેરાશ મોંઘવારીનો આંકડો છે, બીજી તરફ ડુંગળી, લસણ, આદુ, દાળ, તેલ અને મસાલાના બદલાતા ભાવ છે.મોંઘવારી એટલે માત્ર આંકડો નહીં… મોંઘવારી એટલે ઘરના બજેટનું દર મહિને ફરીથી ગણિત કરવું.અને આ ગણિતમાં સૌથી મોટો સવાલ છે..આવક જેટલી ઝડપથી વધી રહી છે, શું રોજિંદા ખર્ચ પણ એટલી જ ઝડપથી વધી રહ્યા છે?


આ પણ વાંચો: મોંઘવારી પર કોંગ્રેસનો સરકાર પર પ્રહાર, 3 મહિનામાં ડુંગળીના ભાવમાં 82% ઉછાળાનો દાવો

આ પણ વાંચો: અમેરિકામાં મોંઘવારીનો માર, ડીઝલના ભાવ રેકોર્ડ સપાટીએ; ટ્રમ્પ સરકારની ચિંતા વધી

આ પણ વાંચો: મોંઘવારીનો નવો ‘હાઈ-વોલ્ટેજ’ ઝટકો! કોંગ્રેસનો સરકાર પર આકરો પ્રહાર, કહ્યું- ‘આંકડાઓની રમતથી જનતાને ગેરમાર્ગે દોરે છે’