MANTAVYA Vishesh/ રાજકોટના જિલ્લા પ્રમુખ પર 4.28 કરોડની ઠગાઈનો આક્ષેપ, સામે 10 કરોડના બદનક્ષીના દાવાની ચીમકી

રાજકોટનું રાજકારણ વિવાદમાં રહેવા પંકાયેલું છે. એક વિવાદ શાંત પડ્યો હોય અને તેના પડઘા શમ્યા હોય ત્યાં તો બીજો વિવાદ શરૂ થઈ જાય છે. રાજકોટના જિલ્લા પ્રમુખ અલ્પશ ઢોલરિયા પર 4.28 કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે. તેઓ પાછે ગોંડલ એપીએમસીના ચેરમેન પણ છે. આના કારણે ભર શિયાળે રાજકોટના રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો આવી ગયો છે.

Mantavya Vishesh

રાજકોટનું રાજકારણ વિવાદમાં રહેવા પંકાયેલું છે. એક વિવાદ શાંત પડ્યો હોય અને તેના પડઘા શમ્યા હોય ત્યાં તો બીજો વિવાદ શરૂ થઈ જાય છે. રાજકોટના જિલ્લા પ્રમુખ અલ્પશ ઢોલરિયા પર 4.28 કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ લાગતા ચકચાર મચી ગઈ છે. તેઓ પાછે ગોંડલ એપીએમસીના ચેરમેન પણ છે. આના કારણે ભર શિયાળે રાજકોટના રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો આવી ગયો છે.

આના લીધે પક્ષનું આંતરિક રાજકારણમાં પણ ગરમાગરમ થઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આક્ષેપની સામે અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે હું તો મારા પર ઠગાઈનો આક્ષેપ કરનારી વ્યક્તિને ઓળખતો સુદ્ધા નથી અને આવો આક્ષેપ કરનારા પર હું 10 કરોડની બદનક્ષીનો દાવો માંડવાનો છું. આને લઈને મેં પોલીસ કમિશ્નર સાહેબ સાથે પણ વાત કરી છે.

આ કિસ્સામાં મહેશ હીરપરા નામના વ્યક્તિએ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, પરેશ ડોબરિયા, ગૌતમ બારસિયા, સંદીપ ચેખલિયા અને દર્પણ બારસિયા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. આને લઈને તેમણે પાછો છેક સીએમ ભુપેન્દ્ર પટેલ સુધી પત્ર લખ્યો છે. આની અરજી સુધી પોલીસ કમિશ્નરને પણ કરતાં પોલીસ સુદ્ધા પણ ચોંકી ગઈ છે. પોલીસે ફરિયાદના પગલે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે, પરંતુ ફરિયાદ શાસક પક્ષના મોટા માથા સાથે હોઈ હવે પોલીસ તેનો રાજકીય રીતે સમાધાન કેવી રીતે આવે તેને લઈને રાજકારણીઓ પર પણ મીટ માંડી રહી છે. જ્યારે અલ્પેશ ઢોલરિયાનું કહેવું છે કે તેણે બદનક્ષીનો દાવો કરવા માટે તેના વકીલ સાથે વાત કરી લીધી છે. આગામી સમયમાં હું પણ મારી સામે આ પ્રકારનો કેસ કરનારા સામે વળતો પ્રહાર કરીશ.

ફરિયાદી મહેશ હીરપરાનો દાવો છે કે આરોપીઓએ શેરબજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી જંગી નફો મળશે અને બે દિવસમાં જ સીધુ દસ ટકા વળતર મળશે તેમ કહીને મારી પાસેથી 4.28 કરોડનું રોકાણ કરાવ્યું હતું અને પછી વળતર તો ઠીક પણ મૂડી આપવાનો પણ ઇન્કાર કર્યો હતો તથા હાથ અદ્ધર કરી દીધા હતા. તેની સાથે રૂપિયા પરત માંગતા ધમકીઓ આપવા માંડી હતી અને રસ્તા પર લાવી દઇશું, હાથપગ તોડી નાખીશુ અને અમારી પહોંચ છેક ઉપર સુધી છે તેમ કહીને ધમકીઓ આપવા માંડી હતી. તને ક્યાંયનો નહીં રહેવા દઈએ, બહુ મગજમારી કરી તો કોઈ કેસમાં ફિટ કરાવી દઇશું તેવી ધમકીઓ આપતા મેં આ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ પહેલા તેઓએ મારી પાસે પહેલા આઠ લાખ રૂપિયા લીધા હતા અને પછી તરત જ પરત કરી દેતા મને તેમના પર વિશ્વાસ આવ્યો હતો, હવે મેં જે આ રોકાણ કર્યુ તેમા અમુક રકમ તો ઉછીની લીધી છે.

આરોપીઓએ દાવો કર્યો હતો કે તમે આઠ કરોડ રોકશો તો બે દિવસમાં દસ ટકા વળતર મળશે, પણ મારી પાસે એટલી રકમ ન હોઈ મેં સવા ચાર કરોડથી પણ વધુ રકમની વ્યવસ્થા કરી તેમને આપી હતી. આ રકમ તેમને રોકડમાં દર્પણ બારસિયાના હાથમાં આપી હતી. હવે આ રકમ આપ્યા પછી બેથી ત્રણ દિવસ તો જવા દો, પરંતુ મહિનાઓ થયા પછી પણ આ રકમ પરત અપાઈ નથી અને બદલામાં ધમકીઓ જ આપવામાં આવી છે.

આ રકમ પરત લેવાને લઈને આરોપીઓ સાથે જુદાં-જુદાં સ્થળોએ જુદી-જુદી બેઠક થઈ હતી, તેમા અમે રકમ પરત માંગતા તેઓએ પહેલા વાયદા અને પછી તો ધમકીઓ જ આપી હતી. આમ રકમ પરત ન મળવાની ખાતરી થતા અમને અહેસાસ થયો કે આ તો અમારી સાથે ઠગાઈ જ થઈ છે અને રાજકારણીઓના નામ આપીને અમને ધમકાવવામાં આવી રહ્યા છે. અહીં સ્થિતિ જાણે ચોર કોટવાળને દંડે તેવી છે. આરોપી ચોરી ઉપરથી સીનાચોરી કરી રહ્યા છે.

આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપના જિલ્લા પ્રમુખો સામેના આક્ષેપો જાણે કોઈ નવાઈ જ રહી નથી. કોઈ પ્રમુખ સામે પત્રો લખાય છે, કોઈની સામે કેસ થાય છે, કોઈની સામે બળવો થાય છે. આ પહેલા પણ ક્રિપ્ટો કૌભાંડ ભાજપને જ એક મોટા માથાનો ભોગ લઈ ચૂક્યુ છે. તેમા પણ આ જ રીતે કરોડોની લેતીદેતીની વાત હતી. હવે ભાજપના વધુ એક જિલ્લા પ્રમુખ સામે પણ કેસ નોંધાયો છે. આ વાત હજી શરૂ થઈ છે, જે આગામી દિવસોમાં મોટો રાજકીય રંગ પકડી શકે તેમ છે. અલ્પેશ ઢોલારિયા જો બદનક્ષીનો દાવો નહીં કરે તો તેમની સામેના કેસની વિશ્વસનીયતા પણ વધી જશે. આ સંજોગોમાં રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ વધુ તીવ્ર બની શકે છે અને વિપક્ષને વગર મહેનતે હાથમાં મોટો મુદ્દો મળી જાય તેમ છે.

આ વાત છેક પોલીસ ફરિયાદ સુધી પહોંચી એટલે ફરિયાદીના આરોપમાં તો દમ છે, આ ફરિયાદ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાની રાજકીય કારકિર્દી માટે પણ મોટો અવરોધ બનીને બહાર આવી છે. તેમના માટે  આ કેસમાં રાજકીય કારકિર્દી દાવ પર લાગી ગઈ છે. રાજકારણમાં બળતું ઘર કોઈ હાથમાં લેવા તૈયાર થાય તેમ નથી. તેમા પણ રાજકીય પક્ષમાં તો જ્યારે આક્ષેપ થાય ત્યારે તેનો બચાવ હંમેશા જાતે જ કરવો પડે છે, પક્ષ કંઈ તાત્કાલિક બચાવમાં ઉતરતો નથી. તેથી આક્ષેપ નક્કર છે તો સામે અલ્પેશ ઢોલરિયાએ તેનો જવાબ પણ નક્કર આપવો પડશે. તેમનો આ જવાબ જ તેમના રાજકીય ભાવિને નક્કી કરશે. આમ પણ વર્તમાન રાજકારણમાં અલ્પેશ ઠાકોર, અલ્પેશ કથીરિયા પછી વધુ એક અલ્પેશ વિવાદમાં આવ્યા છે. હાલમાં તો જાણે બધા અલ્પેશની માઠી દશા બેઠી હોય તેમ લાગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !

આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા

આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો