Covid-19/ સલામ છે માસિક ધર્મ દરમિયાન પણ કલાકો સુધી PPE કીટ પહેરીને ફરજ નિભાવતી મહિલા આરોગ્ય કર્મચારીને…

નારી ને નારાયણીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ કારોનાકાળમાં આ નારી શક્તિ નારાયણી બનીને જ ખડે પગે રહી છે. મહિલાઓને માસિક ધર્મનો સમયગાળો કપરો હોય છે.

Top Stories Mantavya Vishesh

નારી ને નારાયણીનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ કારોનાકાળમાં આ નારી શક્તિ નારાયણી બનીને જ ખડે પગે રહી છે. મહિલાઓને માસિક ધર્મનો સમયગાળો કપરો હોય છે. કોરોના કાળ દરમિયાન સતત ૮ કલાક પીપીઈ કીટ પહેરીને મહિલાકર્મીઓએ પોતાની ફરજ પૂર્ણ કરી છે.

  • કપરી પરિસ્થિતિમાં પણ મહિલાઓની પ્રસંશનીય કાર્ય
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખડેપગે મહિલાકર્મી
  • કર્મચારીઓએ રાત જોઇ દિવસ, સેવા પરમો ધર્મ
  • હસતા મોંઢે મહિલાકર્મીઓની કોરોના સામેની જંગ

સમય ભલે ગમે તેવો હોય પરંતુ મહિલાઓ પણ કપરી પરિસ્થિતિમાં પોતાને અવ્વલ સાબિત કરતી હોય છે. કોરોનાકાળમાં અમદાવાદ સિવિલમાં ઘણી એવી મહિલા તબીબો, નર્સ તથા સપોર્ટ સ્ટાફ સ્થિતિની માગ અનુસાર ખડે પગે રહીને દર્દીઓની સેવા કરે છે.  ન રાત જોઇ ન દિવસ,  બસ સેવા પરમો ધર્મ સમજીને કોરોના કપરા સમયમાં સાબિત કર્યું છે કે નારી તુ નારાયણી. માસિક ધર્મ દરમિયાનનો સમય મહિલા માટે એક કપરો સમય હોય છે, પરંતુ આ મહિલાઓ જરાય સમયને ભૂલ્યા વિના હસતા મોંએ કોરોના સામેની જંગમાં સામેલ છે. મહિલાઓએ કોરોનાની કામગીરી દરમિયાન સતત ૮ કલાક પીપીઈ કીટ પહેરી પોતાની ફરજ નિભાવી છે.

  • માસિક ધર્મમાં ડ્યુટી પડકારજનક
  • શારીરિક નબળાઇ પરંતુ માનસિક મજબૂત બની કાર્ય કરે છે પૂર્ણ
  • મૂડ સ્વિંગ, બેચેની બાદ પણ PPE કીટ સાથે પડકારજનક કાર્ય

માસિક ધર્મ દરમિયાન કોરોના ડ્યૂટી ધણી પડકાર રૂપ હોય છે.માસિક ધર્મના ૫ દિવસ ઘણા પડકારજનક બની જતા હોય છે. આ સમયગાળામાં સતત થતા રક્ત સ્ત્રાવના કારણે શારીરિક નબળાઈ અનુભવાય છે. પેટના ભાગમાં દુખાવો પણ થાય છે. તેમજ મહિલાઓને ઉઠવા બેસવામાં પણ તકલીફ પડતી હોય છે. સામાન્ય દિવસોમાં પણ આવી સમસ્યાઓ થતી હોય છે. પરંતુ જ્યારે પીપીઇ કીટ પહેરવામાં આવે તો મુશ્કેલીઓ વધી જાય છે.

સમગ્ર વિશ્વમાં અને દેશમાં એકાએક આવેલી આ મહામારી તમામ સમસ્યાઓને પણ અવગનીને દર્દીઓની સેવાને આ મહિલા કર્મીઓએ પ્રાધાન્ય આપ્યું છે. પોતાને અને પોતાના પરિવારને ભુલીને દર્દીઓની સેવા કરનાર આ તમામ કોરોના વોરીયર્સ મહિલાઓને મંતવ્ય ન્યૂઝના સલામ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…