Gujarat Local Body Election 2026/ જસદણ ભાજપ ઉપપ્રમુખ છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા

જસદણ ભાજપ ઉપપ્રમુખ જયંતી સરવૈયા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પક્ષે અત્યંત મહત્વનું પગલું લઈને અસંતુષ્ટોને સીધો સંદેશ આપી દીધો છે.

Top Stories Gujarat Rajkot Breaking News

Jasdan News:  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. રાજકીય પક્ષો વચ્ચે હુંસાતુંસી તો ચાલે જ છે, પરંતુ રાજકીય પક્ષોની અંદર પણ એટલી હુંસાતુંસી ચાલે છે કે પક્ષે છેવટે ન છૂટકે શિસ્તનો કોરડો વીઝવો પડે છે. આવા જ એક વીંઝાયેલા કોરડામાં જસદણ ભાજપ ઉપપ્રમુખ જયંતી સરવૈયા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

તેમણે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપે વર્તમાન ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો ભંગ કરનારા અને પક્ષની સામે પડનારા કાર્યકરો અને અસંતુષ્ટો સામે આકરા પગલાં લેવા માંડ્યા છે. તેના પગલે જસદણ ભાજપ ઉપપ્રમુખ સામે આ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી.તેમણે પક્ષના ઉમેદવાર સામે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.

આમ ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક કલહ બહાર આવ્યો હતો. જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ આ આકરો નિર્ણય લઈને પક્ષની અંદર સોંપો પાડી દીધો હતો. તેની સાથે શિસ્તભંગ કરનારા કોઈપણ કાર્યકર સામે પક્ષ આ પ્રકારે આકરા પગલાં લેશે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. જો કે પક્ષે પગલાં લીધા હોવા છતાં પણ જયંતી સરવૈયાએ તેમની અપક્ષ તરીકેની ઉમેદવારી પરત ખેંચી નથી.

આમ જસદણની બેઠક પર પક્ષના જ ઉમેદવારનો પક્ષના અસંતુષ્ટ ઉમેદવાર સાથે જંગ થશે. આગામી દિવસોમાં આવું વિવિધ બેઠકો પર જોવા મળી શકે છે. આ ઘટના બતાવે છે કે ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને કેટલો અસંતોષ પ્રવર્તી રહ્યો છે. પક્ષના ઉપપ્રમુખ પણ ટિકિટ વહેંચણીથી સંતુષ્ટ નથી. તેના પગલે તેમણે અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે. આમ આખા રાજ્યમાં ભાજપની વિવિધ શિસ્તસમિતિઓ અને જિલ્લા પ્રમુખોએ અસંતોષને ડામવા અને સમજાવટ પછી પણ ન માને તો શિસ્તનો કોરડો વીંઝવા માટે ઓવરટાઇમ કરવાની ફરજ પડી રહી છે.


આ પણ વાંચો :ગરમી વચ્ચે માવઠાનો માર! ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો :માવઠાનો કહેર! મહીસાગરમાં કમોસમી વરસાદથી ઉનાળુ બાજરીનો પાક બરબાદ

આ પણ વાંચો :ગરમી વચ્ચે ફરી માવઠાની આફત, 19 અને 20 એપ્રિલે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી