Gujarat Local Body Election 2026/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગઃ સીએમ ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠા-વાવથરાદમાં કરશે પ્રચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સીએમ ભુપેન્દ્ર પટેલે પણ પ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. તેઓ એક પછી એક જિલ્લાઓ, તાલુકાઓમાં સભાઓ ગજવવા માંડી છે. આના જ ભાગરૂપે સીએમ ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠા અને વાવથરાદમાં ઝંઝાવતી પ્રચાર કરશે.

Top Stories Gujarat Others Breaking News

Banaskantha News:  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ બરોબરના વાગી ગયા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કુલ 10 હજાર જેટલી બેઠકો પર 25 હજારથી પણ વધુ ઉમેદવારો ઝંપલાવ્યુ છે. આ સંજોગોમાં શાસક પક્ષથી લઈને વિપક્ષ બધાએ તેમની દુદુંભી વગાડી દીધી છે.

ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે પણ પ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. તેઓ એક પછી એક જિલ્લાઓ, તાલુકાઓમાં સભાઓ ગજવવા માંડી છે. આના જ ભાગરૂપે સીએમ ભુપેન્દ્ર પટેલ બનાસકાંઠા અને વાવથરાદમાં ઝંઝાવતી પ્રચાર કરશે.

આ પ્રચાર અભિયાનના ભાગરૂપે સીએમ ઢીમા યાત્રાધામની મુલાકાતે આવશે. મુખ્યમંત્રી ધરણીધર ભગવાનના દર્શન કરશે. તેના પછી થરાદમાં વિશાળ મહિલા સંમેલન યોજશે. આમ મહિલા મતદારોને એકજૂથ કરવાનો સીએમ પ્રયાસ કરશે. તેમા પણ તાજેતરમાં વિપક્ષે સંસદમાં 33 ટકા મહિલા અનામતને નિષ્ફળ બનાવી તે મુદ્દો પણ ચોક્કસપણે ગાજશે.

ભાજપે મહિલા અનામતને જાણે અત્યારથી જ અનુસરવાનું હોય તેમ 30 ટકા ટિકિટો મહિલાઓને આપી છે. આગામી દિવસોમાં બીજા રાજકીય પક્ષોએ પણ તેને અનુસરવાની ફરજ પડી શકે છે. આમ આગામી દિવસોમાં ભાજપ દાવો કરી શકે છે કે અમે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મહિલા અનામત આપવા તૈયાર છીએ, સંસદમાં વિપક્ષ ભલે આ બિલ પસાર ન કરે, પરંતુ અમે તો મહિલાઓને અધિકાર આપવાનો પ્રારંભ કરી દીધો છે.


આ પણ વાંચો :ગરમી વચ્ચે માવઠાનો માર! ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો :માવઠાનો કહેર! મહીસાગરમાં કમોસમી વરસાદથી ઉનાળુ બાજરીનો પાક બરબાદ

આ પણ વાંચો :ગરમી વચ્ચે ફરી માવઠાની આફત, 19 અને 20 એપ્રિલે આ 4 જિલ્લામાં વરસાદની આગાહી