Surat News/ સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને

તેમણે મહિલાને જોઈ તો તે એકદમ ગભરાયેલી અને ગંભીર હાલતમાં હતી અને તેમનો માથા અને ગળાનો ભાગ અંદર દબાયેલો હતો………….

Top Stories Gujarat Surat

Surat News: સુરતમાં સચિનના પાલીગામમાં બિલ્ડીંગ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. ત્યારે ફાયર માર્શલે કાટમાળમાં દટાયેલી મહિલાને કેવી રીતે બહાર કાઢી?

ફાયર માર્શલ વિકી પટેલે કહ્યું કે તેમણે મહિલાને જોઈ તો તે એકદમ ગભરાયેલી અને ગંભીર હાલતમાં હતી અને તેમનો માથા અને ગળાનો ભાગ અંદર દબાયેલો હતો. ત્યારબાદ અમે જોયું અને તેને પ્રોપર રીતે બહાર કાઢી શકાય એ રીતે બનતા પ્રયાસો કર્યા અને અમારા સાહેબ અને અધિકારીઓના આદેશ મુજબ હું અંદર ગયો હતો.

વધુ જણાવતા કહ્યું કે, જ્યારે તે અંદર ગયો અને જે કન્ડિશન હતી, તે ખરેખર હું રજૂ કરી શકતો નથી. મારા ઉપર પણ એક સ્લેબ હતો. હું અત્યારે મારી 6 ફૂટની હાઈટ છે, પણ જે રોજિંદી રીતે બેસીને મહિલાને કાઢ્યાં છે. એમનું માથું જે રીતે દબાયું હતું, એમને થોડા પાછળ ખેંચી અને પછી તેમના માથાવાળા ભાગને બહાર કાઢ્યો. ત્યારબાદ ધીમેધીમે તેમને અંદરથી બહાર કાઢ્યા અને પછી બહેનને સલામત બહાર કાઢ્યા બાદ હું બહાર નીકળ્યો હતો.

ફાયર માર્શલને ઓછામાં ઓછી એક દોઢ ફૂટની જગ્યા હતી એટલે સૂઈને જવું પડ્યું હતું. અંદાજે 9 ફૂટ જેટલું અંદરનું અંતર હતું. મહિલા ઊંધી રીતે પટકાયા હોવાથી બધો કાટમાળ તેમના ઉપર પડ્યો હતો.  કાટમાળમાંથી જે યુવતીનું રેસ્ક્યૂ કરાયું તેનું નામ કશિશ શ્યામ શર્મા છે. 22 વર્ષીય યુવતીનો પતિ ઓફિસ ગયો હતો અને તે ઘરે એકલી હતી અને સૂઈ રહી હતી. ત્યારે 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. હાલ મહિલાને સારાવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ સારવાર અપાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું

આ પણ વાંચો:સીએમની પહિન્દવિધિ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો ભાવપૂર્વક પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા…

આ પણ વાંચો:ભગવાન જગન્નાથ મંદિરના રહસ્યો, રથ અને મૂર્તિઓ વિશે શું તમે જાણો છો?