છત્તીસગઢ કોંંગ્રેસ વર્કીંગ કમિટિનાં નવા ચૂંટાયેલા અધ્યક્ષ મોહન મારકમના માનમા યોજવામા આવેલા એક કાર્યક્રમમાં CM બધેલની આંખોમાં આશું જોવા મળ્યા હતા. આપને જણાવી દઇએ કે આ વર્ણી સુધી છત્તીસગઢ કોંંગ્રેસ વર્કીંગ કમિટિનાં ભૂપેશ બધેલ પોતે જ અધ્યક્ષ હતા. અને આ વર્ણી કરવામા આવતા બધેલ દ્રારા આ તેમનું વિદાય સંબોઘન હતું. નવા ચૂંટાયેલા પ્રમુખ મોહન મારકમને આવકારવા માટે યોજાયેલા કાર્યક્રમમાં બઘેલ બોલી રહી હતાંં ત્યારે અતિ ભાવુક થઇ જતા બધેલની આખોમાં આશું આવી ગયા હતા.

પોતાનાં વિદાય પ્રસંગે CM ભૂપેશ બધેલ દ્રારા જણાવવામા આવ્યું હતું કે પોતે, છેલ્લા પાંચ વર્ષમાં તેમની સાથે કામ કરતા તમામ પાર્ટી નેતાઓનો આભાર માને છે. તો સાથે સાથે બધેલે છત્તીસગઢમાં પાર્ટીને આ મુકામ પર લાવવામા પોતાનાં દ્રારા કરવામા આવેલા યોગદાનને પણ કાર્યકરો વચ્ચે રાખ્યું હતું. બધેલે જણાવ્યું હતું કે 2013માં ચૂંટણી ગુમાવ્યા પછી, રાહુલ ગાંધીએ મને પ્રમુખ તરીકે નિયુક્ત કર્યો હતો. 2014ની લોકસભાની ચૂંટણીઓ નજીક હતી ત્યારે 2014ની ચૂંટણીઓમાં રાજ્યમાં પક્ષની સંભાવનાઓ વિશે અમે ખુબ ચિંતિત હતા. ત્યારે તો પરિણામો વિપરીત જોવા મળ્યા હતા, પરંતુ જૂન 2014 પછી પક્ષનાં નેતાઓએ જે યુદ્ધનાં ઘોરણે પાર્ટી માટે કામ શરૂ કર્યું હતું તે 2018માં છત્તીસગઢ કોંગ્રેસ સત્તામાં આવી ત્યાં સુધી ચાલુ રહ્યુ હતું.

કાર્યક્રમમાં કેન્દ્રનાં દિગ્ગજ નેતા અને છત્તિસગઢનાં કોંગ્રેસ પ્રભારી પી. એલ. પુનીયા સહિતનાં તમામ નેતાઓ હાજર હતા. CM બધેલ દ્રારા નવા નિયુક્ત છત્તિસગઢનાં સી.પી.સી.સી.ના અધ્યક્ષની પ્રશંસા કરવાની સાથે સાથે જણાવવામા આવ્યું કે મોહન મારકમ એક ‘મહેનતુ અને સરળ વ્યક્તિ’ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
