- ખેલૈયાઓમાં નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ
- ગરબા યાદ આવે એટલે ગુજરાત યાદ આવે
- નવ દિવસ યુવાનો,નાના બાળકો પણ ગરબે ઘુમે
- નવ દિવસ ગરબાની રમઝટ ખેલૈયાઓ બોલાવશે
ગુજરાતને તહેવારોની ભૂમિ કહેવામાં આવે છે અને સામાન્ય રીતે ગણેશ વિસર્જન કરવામાં આવે છે.ત્યારે પહેલાથી જ યુવાનો આતુરતાથી નવરાત્રીની રાહ જોતા હોય છે અને નવરાત્રીને દુનિયાનો સૌથી લાંબો તહેવાર કહેવામાં આવે છે જેને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીની ખાનગી સ્કૂલમાં મોરબીના ટ્રેડિશનલ ડ્રેસ સાથે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત અને ગરબાએ બન્ને એક સિક્કાની બે બાજુ છે તેમ કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, નવરાત્રી નજીક આવે એટલે ગરબા યાદ આવે અને ગરબા યાદ આવે એટલે અચૂ ગુજરાત પણ યાદ આવે જ છે કેમ કે, દિવાળી સહિતના તહેવારો વધુમાં વધુ ચારથી પાંચ દિવસના છે જો કે, નવરાત્રી સતત નવ દિવસ સુધી ચાલતો તહેવાર છે અને નવરાત્રી દરમિયાન ગુજરાતમાં પ્રાચીન અને અર્વાચીન સંગીત સાથે ગરબા અને રાસ રમઝટ બોલાવવામાં આવે છે આટલું જ નહિ દર વર્ષે નવરાત્રી પહેલા ખેલૈયાઓ દ્વારા અવનવા સ્ટેપ શીખવામાં આવે છે અને ત્યાર બાદ નવ દિવસની નવરાત્રીમાં તે ગરબાના મેદાનમાં ધૂમ મચાવે છે.

મજાની વાત તો એ છે કે, નવરાત્રીના નવ દિવસ ન માત્ર યુવાનો પરંતુ નાના બાળકોથી લઈને વૃધ્ધો સહિતના ગુજરાતીઓ મન ભરીને ગરબા અને રાસ રમે છે. ગુજરાતના જુદાજુદા જિલ્લાઓની જેમ મોરબીમાં પણ નવરાત્રી દરમ્યાન પ્રાચીન અને અર્વાચીન નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેથી તેમાં ગરબે ઘુમવા માટે અને દાંડિયા લેવા માટે ખેલૈયાઓ દ્વારા નવરાત્રીના એક બે નહિ ત્રણ ત્રણ મહિના પહેલાથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવતી હોય છે આ વર્ષે નવરાત્રીમાં અનેક સ્ટેપ નવા ગરબા લોકોને જોવા મળવાના છે જો કે નવરાત્રિ પહેલા મોરબી માં વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ સભ્યો ટ્રેડિશનલ કપડાં સાથે આવ્યા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી.

એવું કહેવાય છે કે, કૃષ્ણાવતારમાં ભગવાન શ્રીકૃષ્ણ જયારે વાંસળી વગાડતા હતા અને ગોપીઓ સાથે રાસ રમતા હતા. આ રાસ નવરાત્રી દરમિયાન સૌથી લોકપ્રિય છે. જો કે, તે ઉપરાંત મણિયારો રાસ, રાસ હુડો, વિછુંડો ટીપ્પણી, દાંડિયા, નૃત્ય, ગોપ રાસ, કહાલ્યા મેર રાસ વિગેરે પ્રાચીન રાસ ગરબા આજની તારીખે એટલા જ લોક પ્રિય છે ત્યારે આગામી નવરાત્રીમાં રમઝટ બોલાવવા માટે ખેલૈયાઑ તૈયાર છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર
આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ
આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો
આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો

