અમદાવાદ/ ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

જીલ્લ્માં આ પ્રકારના 20 કેસ મળીને કુલ 80 કેસમાં આરોપીઓને સજા થાય તે પ્રકારે કામગીરી હાથ ધરવા યાદવે સુચન કર્યા છે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 7 6 ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

@નિકુંજ પટેલ

Ahmedabad News: ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને મહેસાણા એમ ચાર જીલ્લામાં સજાનો દર (કન્વીક્શન રેટ)વધારવા માટે ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્સિંહ યાદવે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. દરેક જીલ્લ્માં લૂંટ, મર્ડર કે બીજા ગંભીર બનાવોમાં સજાનો દર વધારવા માટે પોલીસે આ કવાયત શરૂ કરી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ચાર જીલ્લામાં ચાર ટીમ બનાવવામાં આવી છે. પ્રત્યેક જીલ્લ્માં આ પ્રકારના 20 કેસ મળીને કુલ 80 કેસમાં આરોપીઓને સજા થાય તે પ્રકારે કામગીરી હાથ ધરવા યાદવે સુચન કર્યા છે. જેમાં પોલીસ સ્ટેશન, ડીવાયએસપી, એસપી અને પ્રોસીક્યુશન સેલ આ કામગીરી બજાવશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત સાક્ષીઓ તૈયાર કરવા, કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટનું મોનીટરીંગ કરવામાં આવશે. દર પંદર દિવસે ઉપરોક્ત ચાર અધિકારીઓ તેની પર સતત દેખરેખ રાખી તેનો રિપોર્ટ તૈયાર કરશે. જેમાં સરકારી વકીલ સાથે પણ પોલીસ સંકલન કરશે. મોટાભાગના કેસમાં પોલીસ ચાર્જશીટ દાખલ કર્યા બાદ રાહતનો શ્વાસ લઈને બેસી રહે છે. જેને કારણે કન્વીક્શન રેટ નબળો પડે છે. આવું ન થાય તે માટે આ પાઈલોટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાનું યાદવે વધુમાં જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા