ડાયમંડ સિટી/ ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

ડાયમંડ સિટી સુરત હાલ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર સુરતના હીરા ઉદ્યોગ પર દેખાઈ રહી છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 8 5 ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

@અમિત રૂપાપરા 

Surat News:ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સુરતના હીરા ઉદ્યોગ પર દેખાઈ રહી છે. કારણ કે, આ યુદ્ધના કારણે 4200 કરોડના હીરાના વેપાર પર અસર થશે. આ કહેવાનું કારણ એવું છે કે ઇઝરાયેલના તેલઅવિવમાં સુરતના 20 ઉદ્યોગકારોનું કામ થપ થઈ ગયું છે. મહત્વની વાત કહી શકાય કે, ઈઝરાયલથી 3400 કરોડની રફ અને 800 કરોડના પોલિશ્ડ ડાયમંડનો ધંધો છે. હાલા પરિસ્થિતિને જોતા હીરા ઉદ્યોગ વધુ કપરી પરિસ્થિતિમાં મુકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો બીજી તરફ દિવાળી વેકેશન વહેલું પડે તેવી શક્યતાઓને પણ નકારી ન શકાય.

Untitled 7 5 ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

ડાયમંડ સિટી સુરત હાલ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર સુરતના હીરા ઉદ્યોગ પર દેખાઈ રહી છે. તેવામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તેની અસર પણ સુરતના હીરા ઉદ્યોગ પર દેખાઈ રહી છે. સુરતથી ઇઝરાયલ વચ્ચે અંદાજિત 4,200 કરોડનો હીરાનો વેપાર છે અને યુદ્ધના કારણે આ હીરાના વેપારને અસર થઈ છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે ઈઝરાયલના તેલઅવિવમાં સુરતના 20 જેટલા ઉદ્યોગકારોની ઓફિસ કાર્યરત છે. આ ઓફિસો થકી 3400 કરોડ રૂપિયાની રફના તેમજ 800 કરોડ રૂપિયાના પોલિશ્ડ ડાયમંડનો વેપાર થઈ રહ્યો હોવાનો એક અંદાજ છે.

એક તરફ મંદીના માહોલ વચ્ચે ડાયમંડ સિટીમાં રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. તો ઉદ્યોગકારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ શરૂ થયું છે તે સુરતના હીરા ઉદ્યોગકારો માટે પડતા પર પાટુ સમાન કહી શકાય. હાલ અમેરિકા અને યુરોપ સહિતના દેશોમાં મંદીનું વાતાવરણ છે. તેવામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે હીરા ઉદ્યોગમાં વધુ કપરી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી.

Untitled 7 6 ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

મહત્વની વાત કહી શકાય કે એક તરફ પોલિશ્ડ ડાયમંડની માંગ ઘટી રહી છે. તો રફ હીરાની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. સુરતના ઉદ્યોગકારો પાસે પોલિશ્ડ હીરાનો સ્ટોક વધી રહ્યો છે. એટલા માટે રફની આયાતને નિયંત્રિત કરવાના પણ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. તો બીજી તરફ સુરતના હીરા ઉદ્યોગ પર હાલ મંદીનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. તો ઉદ્યોગકારો દ્વારા રત્ન કલાકારોને તકલીફ ન પડે એટલા માટે CVD ડાયમંડનું કામ આપીને પણ રત્ન કલાકારોની દિવાળી ન બગડે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા