SpiceJet Boeing 737 aircraft/ સ્પાઈસજેટમાં વિંડશીલ્ડનો કાચ હતો તૂટેલો અને પછી…..

સ્પાઇસજેટની કેટલીક સિસ્ટમ્સ પર રેન્સમવેર એટેકને કારણે તેની કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી અને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

Top Stories India
સ્પાઈસજેટના

 સ્પાઈસજેટના બોઈંગ 737 વિમાન SG-385ના વિંડશીલ્ડના બહારના કાચ તૂટવાના કારણે મુંબઈથી ગોરખપુર જતી ફ્લાઈને મુંબઈમાં જ ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું હતુ. સ્પાઈસજેટના પ્રવક્તાએ આ વાતની સમગ્ર જાણકારી આપી હતી.

ગત બુધવારે એરલાઇન સ્પાઇસજેટની કેટલીક સિસ્ટમ્સ પર રેન્સમવેર એટેકને કારણે તેની કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી અને કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. સ્પાઈસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મંગળવારે રાત્રે સ્પાઈસજેટની કેટલીક સિસ્ટમો પર રેન્સમવેર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી ફ્લાઈટ ઓપરેશનને અસર થઈ હતી. કંપનીની IT ટીમે સ્થિતિને ઘણી હદ સુધી નિયંત્રણમાં લાવી છે અને સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. કામને અસર થવાના કારણે ફ્લાઈટ મોડી પડી હતી. આ જ સમયે  ક્રૂ દરમિયાન વિંડશીલ્ડનો બહારનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. ત્યાર બાદ પીઆઈસીએ પાછા મુંબઈ ફરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, તેના વિશે એટીસીને જાણ કરવામાં આવી હતી અને વિમાન સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર લેંડ કરાવ્યું હતું.

123

આ પણ વાંચો : જ્ઞાનવાપી કેસ: વીજળી વિના ફુવારા કેવી રીતે ચાલે છે અને તેનો ઇતિહાસ શું છે?