Not Set/ ગુજરાતના ગોંડલ અને વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા

અમદાવાદ: ગુજરાતના સૌરાષ્ટ્રના ગોંડલ અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે બપોરના સમયે ભૂકંપના હળવા આંચકાં અનુભવવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ જવા પામી હતી. સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં આજે બપોરના સાડા બાર વાગ્યાના સુમારે ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો. આ આંચકો સોમવારે બપોરના 12.36 કલાકની આસપાસ ગોંડલ તાલુકાના ઉમવાળા પાસે અનુભવવામાં આવ્યો […]

Top Stories Rajkot Gujarat Surat Others Trending
Earthquake tremors in Gujarat's Gondal and Valsad

અમદાવાદ: ગુજરાતના સૌરાષ્ટ્રના ગોંડલ અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે બપોરના સમયે ભૂકંપના હળવા આંચકાં અનુભવવામાં આવ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ જવા પામી હતી.

સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં આજે બપોરના સાડા બાર વાગ્યાના સુમારે ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો. આ આંચકો સોમવારે બપોરના 12.36 કલાકની આસપાસ ગોંડલ તાલુકાના ઉમવાળા પાસે અનુભવવામાં આવ્યો હતો. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3 (ત્રણ) ની નોંધવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલથી 1.8 કિલોમીટર દૂર હોવાનું નોંધાયું હતું. આ ભૂકંપના આંચકાના લીધે લોકોમાં ફફડાટની લાગણી પ્રસરી હતી.

ગુજરાતની ધરતી ફરી એક વખત આજે ધણધણી ઉઠી હતી. પહેલાં સૌરાષ્ટ્રના ગોંડલ નજીક ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો. આ પછી દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે બપોરના સમયે ભૂકંપના હળવા આંચકા અનુભવવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લામાં આજે બપોરના 1.02 મિનિટના સમયે વલસાડ જિલ્લામાં ધરતીકંપના આંચકા આવ્યા હતા. આ આંચકા ધરમપુર તાલુકાના આવધા, હનમતમાળ તેમજ આસપાસના વિસ્તારોમાં અનુભવવામાં આવ્યા હતા.

આ આંચકાના કારણે ધરમપુર તાલુકાના આવધા ગામે આવેલી એક શાળાની બિલ્ડિંગને નુકશાન પહોંચ્યું હતું. આ શાળાની દીવાલોમાં તિરાડ પડી ગઈ છે. શાળાની દીવાલમાં તિરાડ પડી જતાં શાળાના આચાર્ય સહિતના શૈક્ષણિક સ્ટાફે વિદ્યાર્થીઓને શાળાની બહાર હેમખેમ પૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લામાં અનુભવવામાં આવેલ ધરતીકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.1 ની માપવામાં આવી હતી હતી.