PM Modi Gujarat Visit/ PM મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની ખબર અંતર કાઢવા ગયા સીએમ હાઉસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રની  અનુજની હાલતમાં સુધારો થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની ખબર અતંર કાઢવા હોસ્પિટલ ગયા હતા

Top Stories Gujarat
4 65 PM મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની ખબર અંતર કાઢવા ગયા સીએમ હાઉસ

ગુજરાતના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દીકરા અનુજને બ્રેઈન સ્ટ્રોક આવતા  અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસેની કેડી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વધુ સારવાર માટે મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યા હતાં તબિયતમાં સુધારો થતા પરત અમદાવાદ લાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રની  અનુજની હાલતમાં સુધારો થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજની ખબર અતંર કાઢવા Cm હાઉસ ગયા હતા.

 

 

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી  અનુજની ખબર અતંર કાઢવા સીએમ હાઉસ ગયા હતા. આ અંગેની માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર શેર કરી હતી.આજે દેશના જનપ્રિય પ્રધાનમંત્રી આદરણીય  નરેન્દ્રભાઈ મોદી સાહેબે મારા સુપુત્ર અનુજના ખબરઅંતરની પૃચ્છા કરી હતી, ઉપરાંત પરિવારના સૌ સદસ્યોને હૂંફ અને બળ પૂરું પાડી અનુજનો જુસ્સો વધાર્યો હતો. આ ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અંતઃકરણપૂર્વક આભારી છું.