કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી શુક્રવારના દિવસે વિધાનસભામાં બહુમત સાબિત કરશે. વિધાનસભામાં કોંગ્રેસના 78, જેડીએસના 36 અને બસપાના એક વિધાયક છે. આ ગઠબંધનમાં એક કેપીજેપી વિધાયક અને એક નિર્દલીય વિધાયકનું સમર્થન સામેલ છે.
શપથગ્રહણ કર્યા પછી કુમારસ્વામીએ વિશ્વાસમતની ઉમ્મીદ બતાવી હતી. તેમણે કહ્યું હતું કે ભાજપ તેમની સરકારને પાડવા માટે ઓપરેશન કમલળને ફરી લાવવાનો પ્રયાસ કરી શકે છે. બહુમત સાબીત કરતા પહેલા ભાજપ અને જેડીએસ-કોંગ્રેસ ઉમેદવારોમાંથી કોઈ એકને વિધાનસભા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે. ભાજપ તરફથી પાંચ વાર ધારાસભ્ય રહેલા સુરેશ કુમાર નોમિનેશન ફાઈલ કર્યું છે.
કુમારસ્વામી તરફથી કોંગ્રેસના અગ્રણી ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમાર સ્પીકર માટે દાવેદાર છે. કોંગ્રેસે ખુબ આસાનીથી તેમના સ્પીકરની પસંદગી થવાનો દાવો રજુ કર્યો છે.
આ પહેલા 104 સીટો વાળી સૌથી મોટી પાર્ટી રૂપમાં આમંત્રિત કરવા પછી ભાજપના બીએસ યેદિયુરપ્પાએ સીએમ પદની શપથ લીધી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના શક્તિ પરીક્ષણના આદેશ પછી વિધાનસભામાં વિશ્વાસમત મેળવ્યા પહેલા જ રાજીનામું આપી દીધું.
સ્પીકરની ચુંટણી પછી ફ્લોર ટેસ્ટ.
કુમારસ્વામીની એક સીટ અને એક સ્પીકરની બેઠક ઘટતા સંખ્યા: 220, બહુમતી માટે જરૂરી: 111, કોંગ્રેસ 78-1 સ્પીકર+ જેડીએસ 38-1 કુમારસ્વામી=114, ભાજપ=104.
બીએસ યેદિયુરપ્પા અને બીજા નેતાઓના કહેવાથી નોમિનેશન ફાઈલ કર્યું છે તેવું સુરેશ કુમારે કહ્યું હતું. સંખ્યાબળ અને અન્ય બીજા ઉમેદવારોને જોતા પાર્ટીને વિશ્વાસ છે કી તેઓ ચુંટણી જીતી જશે. સુરેશ કુમારે કહ્યું આ વિશ્વાસને ધ્યાનમાં રાખીને તેમણે નોમિનેશન ભર્યું છે.
વિશ્વાસ મત હાસિલ કર્યાના એક દિવસ પહેલા કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી.પરમેશ્વરે કહ્યું કે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં હાલ કુમારસ્વામીના પુરા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવા પર કોઈ ચર્ચા નહી થઇ.