Not Set/ એર ફ્રાન્સના ક્રુએ પેસેન્જરોને લગેજ સાથે ફ્લાઈટમાંથી ઉતારી મુક્યા

દિલ્હી, એર ફ્રાન્સે મંગળવારે રાતે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ પર 26 મુસાફરોને ઉતરવાનું કહ્યું. દિલ્હીથી પેરિસ સુધીના આ ફ્લાઇટના ક્રૂ મેમ્બરએ આ પેસેન્જરને કહ્યું કે તેઓ સ્વેચ્છાએ પ્લેનથી ઉતરી જાવ, કેમકે ટેકનીકલ સમસ્યાને લીધે આ ફ્લાઇટ ઉડાન ભરી શકતી નથી. જણાવીએ કે એક સમાચાર એજન્સીએ એક વિડીયો ટ્વીટ કર્યો છે. આ 33 સેકન્ડની વિડીયોમાં તમે […]

Top Stories India
gjd 8 એર ફ્રાન્સના ક્રુએ પેસેન્જરોને લગેજ સાથે ફ્લાઈટમાંથી ઉતારી મુક્યા

દિલ્હી,

એર ફ્રાન્સે મંગળવારે રાતે દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ પર 26 મુસાફરોને ઉતરવાનું કહ્યું. દિલ્હીથી પેરિસ સુધીના આ ફ્લાઇટના ક્રૂ મેમ્બરએ આ પેસેન્જરને કહ્યું કે તેઓ સ્વેચ્છાએ પ્લેનથી ઉતરી જાવ, કેમકે ટેકનીકલ સમસ્યાને લીધે આ ફ્લાઇટ ઉડાન ભરી શકતી નથી.

જણાવીએ કે એક સમાચાર એજન્સીએ એક વિડીયો ટ્વીટ કર્યો છે. આ 33 સેકન્ડની વિડીયોમાં તમે સાંભળી શકો છો કે ફ્લાઇટ નંબર AF225  જે દિલ્હીથી પેરિસ માટે ઉડાન ભરવાની હતી, તેના ક્રૂ સભ્યોએ જાહેરાત કરી હતી કે ટેકનીકલ ભૂલના કારણે  લહેજ સાથે 26 પેસેન્જરોને ઓફલોડ કરવામાં પડશે. આમાં જે પેસેન્જરો જોડવા માંગે છે તે આગળ આવો.

હાલ તો આને  લઈને કોઈ માહિતી નથી કે આમાંથી કેટલા પેસેન્જર ફ્લાઇટથી ઉતર્યા હતા અને કેવા પ્રકારની સમસ્યા હતી કે માત્ર 26 પેસેન્જરોને જ ઉતારવાનું કહેવામાં આવ્યું. તે પણ માહિતી નથી કે મુસાફરી કરનારા પેસેન્જર મુસાફરોને પેરિસથી બીજા વિમાનમાં મોકલવામાં આવ્યા હતા કે નહીં. સામાન્ય રીતે, એરલાઇન્સ આવા મુસાફરોને બીજી ફ્લાઇટમાં મોકલે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.