IPL 2022/ ગુજરાત ટાઇટન્સે IPLની શરૂઆત જીત સાથે કરી,લખનૌ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટે હરાવ્યું

ગુજરાત ટાઇટન્સે IPLની શરૂઆત જીત સાથે કરી હતી. તેણે તેની પ્રથમ મેચમાં અન્ય નવોદિત ટીમ લખનૌ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટથી હરાવી હતી

Top Stories Sports
8 31 ગુજરાત ટાઇટન્સે IPLની શરૂઆત જીત સાથે કરી,લખનૌ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટે હરાવ્યું

ગુજરાત ટાઇટન્સે IPLની શરૂઆત જીત સાથે કરી હતી. તેણે તેની પ્રથમ મેચમાં અન્ય નવોદિત ટીમ લખનૌ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટથી હરાવી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 19.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

ગુજરાતે એક વખત 12મી ઓવરમાં 78 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગી રહ્યું હતું કે ગુજરાતની ટીમ લક્ષ્યાંક હાંસલ કરી શકશે નહીં. આ પછી રાહુલ તેવટિયા અને ડેવિડ મિલરે મળીને મેચનો પલટો કર્યો હતો. 16મી અને 17મી ઓવરમાં બંને બેટ્સમેનોએ કુલ 39 રન બનાવ્યા અને અહીંથી મેચ ગુજરાતની તરફ આવી ગઇ હતી.

મિલર 21 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તેવટિયાએ યુવા અભિનવ મનોહર સાથે મળીને મેચનો અંત લાવી દીધો હતો. ગુજરાતને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી. બોલ અવેશ ખાનના હાથમાં હતી. અભિનવ મનોહરે પ્રથમ બે બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી એક રન આવ્યો અને તેવતિયાએ ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને ગુજરાતને જીત અપાવી