India China Tawang/ તવાંગ મુદ્દે વિપક્ષ પર અમિત શાહનો વળતો પ્રહારઃ આપણે એક ઇંચ જમીન ગુમાવી નથી

અરૂણાચલ પ્રદેશમાં તવાંગ ખાતે ભારત અને ચીનના લશ્કર વચ્ચે થયેલા સંઘર્ષના મુદ્દે વિપક્ષે સરકારને ચર્ચા કરવા નોટિસ આપી છે અને આક્રમક વલણ અપનાવ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભારતે એક ઇંચ જમીન ગુમાવી નથી.

Top Stories India
Amit shah તવાંગ મુદ્દે વિપક્ષ પર અમિત શાહનો વળતો પ્રહારઃ આપણે એક ઇંચ જમીન ગુમાવી નથી

અરૂણાચલ પ્રદેશમાં તવાંગ ખાતે ભારત અને ચીનના લશ્કર વચ્ચે થયેલા સંઘર્ષના મુદ્દે વિપક્ષે સરકારને ચર્ચા કરવા નોટિસ આપી છે અને આક્રમક વલણ અપનાવ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભારતે એક ઇંચ જમીન ગુમાવી નથી.

તેમણે જણાવ્યું હતું કે ચીનના સૈનિકો આવ્યા હતા, પરંતુ આપણા બહાદુર જવાનોએ તેમને મારી-મારીને પાછા હટાવ્યા હતા. તેમણે આ અથડામણની તુલના ગલવાન સાથે કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે તવાંગમાં ભારતની ચોકી કબ્જે કરવા આવેલા ચીનના સૈનિકોને ભારતીય સૈનિકોએ મારી-મારીને હટાવી દીધા હતા.

તેની સામે વિપક્ષને તેમણે જણાવ્યું હતું કે તે યાદ રાખો કે અમારા શાસનમાં ભારતે એક ઇંચ જમીન ગુમાવી નથી. કમસેકમ તે લોકો અમને જ્ઞાન ન જ આપે જેમના શાસન હેઠળ ચીન સમક્ષ ભારતે ત્રીસ હજાર હેક્ટર જમીન ગુમાવી હતી. અકસાઈ ચીન આજે તેમના પ્રતાપે ચીન પાસે છે, જે ભારતનો હિસ્સો હતું. જ્યારે ભાજપના શાસન દરમિયાન દેશની એક ઇંચ જમીન દુશ્મનો પાસે ગઈ નથી, પછી તે પાકિસ્તાન હોય કે ચીન હોય. અમે બધાને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે.

વિપક્ષ અંહી ચર્ચા કરવાની વાત કરે છે, અમે તેના માટે તૈયાર છીએ. જો અમારી અગાઉના શાસકોએ સરહદોની અને આપણા લશ્કરની યોગ્ય સંભાળ લીધી હોત અને યોગ્ય રાજકીય વલણ અપનાવ્યું હોત તો આજે આ સ્થિતિ ન હોત. આજે ફક્ત અમારી સરકાર નહી સમગ્ર દેશ જે સ્થિતિનો સામનો કરી રહ્યુ છે તેના માટે જવાબદાર અગાઉના શાસકો છે. તેમના વોટબેન્કના રાજકારણ અને ઢીલીપોચી નીતિએ ભારતને પંગુ બનાવવામાં કોઈ કસર પણ બાકી રાખી નથી.

ભારતનું લશ્કર આજે પોતાના માટે એક વસ્તુ ઘરઆંગણે બનાવી શકતું ન હતુ અને તેણે બહારથી આયાત કરવી પડતી હતી. તેની સામે આજે અમારા શાસનમાં હજી 2024માં દસ વર્ષ પૂરા થશે ત્યારે ભારતના લશ્કરની જરૂરિયાતની 75 ટકા વસ્તુઓ ભારતીયો દ્વારા અને ભારતમાં જ બનતી હશે.  હાલમાં ભારતીય લશ્કરની 68 ટકા જરૂરિયાતો ભારતીય ઉત્પાદકો દ્વારા જ સંતોષાય છે.  અમે 2030 સુધીમાં લશ્કરી સરંજામના ઉત્પાદનમાં સંપૂર્ણ આત્મનિર્ભરતાનો લક્ષ્યાંક રાખીએ છીએ.

આ પણ વાંચોઃ

INDIAN AIR FORCE/ ચીન સાથેના તનાવ વચ્ચે ભારતે અરુણાચલ પર કોમ્બેટ એર પેટ્રોલિંગ શરૂ કર્યું

Tawang Clash/ તવાંગ મુદ્દે મોદીએ બોલાવી બેઠકઃ રાજનાથસિંહ સંસદમાં કરશે નિવેદન