INDIAN AIR FORCE/ ચીન સાથેના તનાવ વચ્ચે ભારતે અરુણાચલ પર કોમ્બેટ એર પેટ્રોલિંગ શરૂ કર્યું

ભારતીય હવાઈદળે (IAF) ચીન દ્વારા એરસ્પેસ ઉલ્લંઘનને રોકવા માટે અરુણાચલ પ્રદેશ પર કોમ્બેટ એર પેટ્રોલિંગ શરૂ કર્યુ છે. સૂત્રોએ આજે જણાવ્યું હતું.અરુણાચલ પ્રદેશ પર ચીન દ્વારા થતા ઉલ્લંઘનને રોકવા માટે તાજેતરના અઠવાડિયામાં ફાઇટર જેટને “બે-ત્રણ વખત” ત્રાટકવું પડ્યું હતું,

Top Stories India World
  • ચીનના હવાઈદળની પ્રવૃત્તિ વાસ્તવિક અંકુશ રેખા પર વધતા ભારતીય હવાઈદળ સક્રિય બન્યું
  • ભારતીય હવાઇદળે પણ પેટ્રોલિંંગ વધાર્યુ
  • અગાઉ ગલવાનમાં અથડામણ થઈ હતી

નવી દિલ્હી: ભારતીય હવાઈદળે (IAF) ચીન દ્વારા એરસ્પેસ ઉલ્લંઘનને રોકવા માટે અરુણાચલ પ્રદેશ પર કોમ્બેટ એર પેટ્રોલિંગ શરૂ કર્યુ છે. સૂત્રોએ આજે જણાવ્યું હતું.અરુણાચલ પ્રદેશ પર ચીન દ્વારા થતા ઉલ્લંઘનને રોકવા માટે તાજેતરના અઠવાડિયામાં ફાઇટર જેટને “બે-ત્રણ વખત” ત્રાટકવું પડ્યું હતું, સૂત્રોએ પુષ્ટિ આપી હતી. ભારતીય હવાઈદળે તાજેતરમાં અરુણાચલમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની હવાઈ પ્રવૃત્તિમાં વધારો નોંધ્યો છે.

ગયા અઠવાડિયે અરુણાચલ પ્રદેશમાં LAC પર ભારતીય અને ચીની સૈનિકો થોડા સમય માટે અથડામણ કરી હતી. નવ ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં સામ-સામે આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની સૈનિકોએ વાસ્તવિક અંકુશ રેખા પાર કરી હતી, જેનો ભારતીય સૈનિકોએ “મક્કમ અને સંકલ્પબદ્ધ રીતે” મુકાબલો કર્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે “બંને બાજુના કેટલાક કર્મચારીઓને નાની ઈજાઓ” થઈ હતી અને બંને પક્ષો “તાત્કાલિક વિસ્તારમાંથી છૂટા થઈ ગયા હતા”, સૂત્રોએ જણાવ્યું હતું.પૂર્વી લદ્દાખમાં અથડામણ બાદ ભારતીય અને ચીનના સૈનિકો વચ્ચે આટલા લાંબા સમયથી આ પહેલીવાર અથડામણ થઈ છે.

આમાંની સૌથી ખરાબ અથડામણ જૂન 2020 માં ગલવાન ખીણમાં ફાટી નીકળી, જ્યારે 20 ભારતીય સૈનિકો દેશ માટે મૃત્યુ પામ્યા અને 40 થી વધુ ચીની સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા.સૈન્ય કમાન્ડરો વચ્ચે ઘણી બેઠકો પછી, ભારતીય અને ચીની સૈનિકો લદ્દાખમાં ગોગરા-હોટ સ્પ્રિંગ્સ સહિતના મુખ્ય સ્થળોથી પાછા હટી ગયા.સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરહદ અંગે “ભિન્ન ધારણાઓ”ના કારણે 2006થી આ પ્રકારની અથડામણો થઈ રહી છે.

“અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં LAC સાથેના અમુક વિસ્તારોમાં અલગ-અલગ ધારણાના વિસ્તારો છે, જેમાં બંને પક્ષો તેમના દાવાની લાઇન સુધીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે. 2006થી આ વલણ છે. સરકારે જણાવ્યું હતું કે આ ઘટનાના ફોલો-અપ તરીકે, ભારતીય કમાન્ડરે “શાંતિ અને સુલેહ-શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે માળખાગત પદ્ધતિઓ” નું પાલન કરવા માટે તેમના ચીની સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી.

આ પણ વાંચોઃ

Tawang Clash/ તવાંગ મુદ્દે મોદીએ બોલાવી બેઠકઃ રાજનાથસિંહ સંસદમાં કરશે નિવેદન

India China Border/ તવાંગમાં ભારત-ચીન અથડામણ મુદ્દે બેઠક બોલાવતા રાજનાથસિંહ