Tawang clash/ તવાંગ મુદ્દે મોદીએ બોલાવી બેઠકઃ રાજનાથસિંહ સંસદમાં કરશે નિવેદન

અરૂણાચલ પ્રદેશમાં તવાંગ સરહદે ભારત-ચીન અથડામણને લઈને પીએમ મોદીએ બેઠક બોલાવી છે. જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ અંગે બપોરે બાર વાગે લોકસભામાં અને બે વાગે રાજ્યસભામાં નિવેદન આપશે.

Top Stories India World
Tawang તવાંગ મુદ્દે મોદીએ બોલાવી બેઠકઃ રાજનાથસિંહ સંસદમાં કરશે નિવેદન

અરૂણાચલ પ્રદેશમાં તવાંગ સરહદે ભારત-ચીન અથડામણને લઈને પીએમ મોદીએ બેઠક બોલાવી છે. જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અરૂણાચલ પ્રદેશમાં ભારત-ચીન સરહદ પર સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ અંગે બપોરે બાર વાગે લોકસભામાં અને બે વાગે રાજ્યસભામાં નિવેદન આપશે.

વાસ્તવમાં આરજેડી, તૃણમૂલ કોંગ્રેસ અને આપ સહિતના તમામ વિપક્ષે રાજ્યસભામાં અને લોકસભામાં આ મુદ્દે ચર્ચાની માંગ લઈને નોટિસ આપી છે. આ જોતા સંસદમાં હંગામો થવાની પૂરેપૂરી સંભાવના છે.

અરુણાચલ પ્રદેશમાં તવાંગ સરહદે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 9 ડિસેમ્બરે ઝડપ થઈ હતી. બંને વચ્ચેની અથડામણમાં બંને બાજુના સૈનિકો ઇજા પામ્યા છે. ભારતના છ સૈનિકોને ગુવાહાટીમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા છે.

વિપક્ષના સંસદમાં ચર્ચાની માંગ
વિપક્ષ સંસદમાં આજે ભારત-ચીનના સૈનિકો વચ્ચે તવાંગ સરહદે થયેલા સંઘર્ષને લઈને સંસદમાં સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. સુરજેવાલાએ આ મુદ્દે ચર્ચા માટે રાજ્યસભાના નિયમ 267 હેઠળ સસ્પેન્શન ઓફ બિઝનેસની નોટિસ આપી છે. આ અંગે પીએમ અને સંરક્ષણ પ્રધાન દ્વારા સંસદમાં નિવેદન આપવાથી લઈને તેના અંગે ગૃહમાં ચર્ચા કરવા પણ અપીલ કરી છે. ટીએમસી ને પણ રાજ્યસભામાં નિયમો 267 હેઠળ સરકાર તરફથી આ નિવેદન પર નિવેદન ચાલુ કરવાની માંગ કરી છે. આરજેડી સાંસદ મનોજ ઝાએ પણ આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે.

કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરી
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ચીને ભારતીય સૈનિકો સાથે ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી છે અને અમારા સૈનિકોએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે જેમાં કેટલાક સૈનિકો ઘાયલ પણ થયા છે. ખડગેએ કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સમગ્ર દેશ એક છે અને અમે તેનું રાજનીતિકરણ નહીં કરીએ. પરંતુ મોદી સરકારે એપ્રિલ 2020 પછી LAC પર ચીનની ઘૂસણખોરી અને સ્થિતિ અંગે સંસદમાં ચર્ચા કરીને સમગ્ર દેશને વિશ્વાસમાં લેવો જોઈએ. અમે અમારા જવાનોની અજોડ બહાદુરી અને બલિદાનના હંમેશા ઋણી રહીશું.

ઓવૈસીએ સરકાર પર નિશાન સાધ્યું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કર્યું કે અરુણાચલ પ્રદેશથી આવી રહેલા સમાચાર ચિંતાજનક છે. ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે મોટી અથડામણ થઈ છે અને સરકારે ઘણા દિવસોથી દેશને અંધારામાં રાખ્યો છે. સંસદનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે આ અંગેની માહિતી કેમ આપવામાં ન આવી?

ઓવૈસીએ કહ્યું કે ઘટનાની વિગતો હજુ અધૂરી છે. અથડામણનું કારણ શું હતું? શું ગોળીઓ ચલાવવામાં આવી હતી કે તે ગાલવાન જેવી હતી? કેટલા સૈનિકો ઘાયલ થયા? તેની શું હાલત છે? ચીનને મજબૂત સંદેશ મોકલવા માટે સંસદ સૈનિકોને જાહેર સમર્થન કેમ ન આપી શકે? આ સાથે ઓવૈસીએ આગળ લખ્યું કે સેના કોઈપણ સમયે ચીનને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. પીએમ મોદીનું નબળું રાજકીય નેતૃત્વ ચીન સામેના આ અપમાનનું કારણ બન્યું છે. સંસદમાં આ અંગે ચર્ચા કરવાની તાતી જરૂર છે.