Not Set/ ખાતામાં ‘મોદીના’ 15 લાખ આવશે એ લાલચે હજારો લોકો દોડ્યા

મુન્નાર, જ્યારથી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યાં છે ત્યારથી સોશિયલ મીડીયામાં એક ચર્ચા થઇ રહી છે 15 લાખ રૂપિયા જમા કરાવવાની.છેલ્લાં 6 વર્ષથી મોદી વિરોધીઓ તેમના ખાતામાં 15 લાખ રૂપિયા ક્યારે આવશે તેની લઇને માંગણીઓ કરી રહ્યાં છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોના ખાતામાં રૂ. 15 લાખ આપવાની વાત કરી હતી. […]

Top Stories India
arar 5 ખાતામાં ‘મોદીના’ 15 લાખ આવશે એ લાલચે હજારો લોકો દોડ્યા

મુન્નાર,

જ્યારથી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યાં છે ત્યારથી સોશિયલ મીડીયામાં એક ચર્ચા થઇ રહી છે 15 લાખ રૂપિયા જમા કરાવવાની.છેલ્લાં 6 વર્ષથી મોદી વિરોધીઓ તેમના ખાતામાં 15 લાખ રૂપિયા ક્યારે આવશે તેની લઇને માંગણીઓ કરી રહ્યાં છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોના ખાતામાં રૂ. 15 લાખ આપવાની વાત કરી હતી. 2019ની લોકસભા ચૂંટણી સમયે વિપક્ષે આ વિશે સરકાર પર આકરા પ્રહાર પણ કર્યા હતા. આ મુદ્દો ફરી અચાનક કેરળમાં ચર્ચામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરવાના છે, આ ન્યૂઝ સોશિયલ મીડિયામાં વાયુ વેગે ફેલાતા કેરાલાના મુન્નારમાં લોકો બેંકમાં પોતાનું ખાતું ખોલાવવા માટે પહોંચી ગયા. જોવાની વાત એ હતી કે લોકો 15 લાખ મેળવવાની લાલચમાં તડકામાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યાં, પરંતુ જ્યારે તેઓને જાણવા મળ્યું કે આ એક અફવા હતી તો તેઓ ખુબ નિરાશ થયા.

કેરાલામાં સોશિયલ મીડિયા દ્વારા એવી ખબર ફેલાઈ હતી કે, વડાપ્રધાન મોદી દરેકના ખાતામાં રૂ. 15 લાખ જમા કરાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થતાં કેરળના મુન્નાર ગામના લોકોએ પોસ્ટલ બેન્કની બહાર ખાતુ ખોલાવવા માટે લાઈનો લગાવવાની શરૂ કરી દીધી છે.

15 લાખ મેળવવા લોકોની ભીડ એટલી બેકાબુ બની હતી કે પોલિસ બોલાવવી પડી હતી.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ એક મેસેજને લોકો સાચો માનીને લોકો બેન્ક ખાતુ ખોલાવવા માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા. જ્યારે તેમની સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કાર્ડ કે, સરકાર વડાપ્રધાન દ્વારા રૂ. 15 લાખ આપવાના વાયદાને પૂરો કરવા માટે યોજના બનાવી રહી છે અને તેથી અમે અહીં બેન્કમાં ખાતુ ખોલાવવા માટે આવ્યા છીએ.

કેરળના વિખ્યાન પર્યટક સ્થળ મુન્નારના ચાના બગીચાઓમાં હજારો મજૂરો કામ કરે છે. આ મજૂરો જ ખાતુ ખોલાવા માટે મુન્નાર પોસ્ટ ઓફિસની બહાર ભેગા થઈ ગયા હતા.

સોશિયલ મીડિયા દ્વારા અફવા વાયરલ થતાં મોટી સંખ્યામાં લોકો તેમના કામ છોડીને પોસ્ટ ઓફિસની બહાર લાઈનમાં ઉભા રહી ગયા હતા અને નવાઈની વાત એ છે કે, આ વિસ્તારમાં માત્ર મુન્નાર પોસ્ટ ઓફિસમાં ૩ દિવસમાં 1050થી વધારે નવા ખાતા ખુલ્યા છે. આ પહેલાં અહીંના દેવીકુલમ વિસ્તારમાં એવી અફવા ફેલાઈ હતી કે સરકાર જેમની પાસે ઘર નથી તેમને ઘર બનાવવા પૈસા આપવાની છે ત્યારે અહીંના આરડીઓ કાર્યાલયમાં પણ આ પ્રકારની જ ભીડ જાવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.