Not Set/ 16 વર્ષની યુવતીએ જળવાયુ પરિવર્તન પર આપ્યુ ભાવુક ભાષણ, કહ્યુ-ખોખલી વાતોએ મારુ બાળપણ છીનવી લીધુ

સ્વીડનની 16 વર્ષની યુવતી જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે સોમવારે યુએનમાં જળવાયુ પરિવર્તન પરિષદ દરમિયાન એવુ ભાષણ આપ્યું હતું કે તમામ વૈશ્વિક નેતાઓ ભાવુક બની ગયા હતા. ક્લાઇમેટ ચેન્જ પર ભાષણ આપતી વખતે ગ્રેટા ભાવુક થઈ ગઈ. ક્રેટાએ એવા પ્રશ્નો ઉભા કર્યા હતા કે દરેક આશ્ચર્યમાં આવી ગયા અને કોઇનો પણ જવાબ ન મળ્યો હતો. વૈશ્વિક […]

Top Stories World
190923112717 greta thunberg unga climate change exlarge 169 16 વર્ષની યુવતીએ જળવાયુ પરિવર્તન પર આપ્યુ ભાવુક ભાષણ, કહ્યુ-ખોખલી વાતોએ મારુ બાળપણ છીનવી લીધુ

સ્વીડનની 16 વર્ષની યુવતી જળવાયુ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે સોમવારે યુએનમાં જળવાયુ પરિવર્તન પરિષદ દરમિયાન એવુ ભાષણ આપ્યું હતું કે તમામ વૈશ્વિક નેતાઓ ભાવુક બની ગયા હતા. ક્લાઇમેટ ચેન્જ પર ભાષણ આપતી વખતે ગ્રેટા ભાવુક થઈ ગઈ. ક્રેટાએ એવા પ્રશ્નો ઉભા કર્યા હતા કે દરેક આશ્ચર્યમાં આવી ગયા અને કોઇનો પણ જવાબ ન મળ્યો હતો. વૈશ્વિક વાતાવરણની ચિંતાઓને દોરતા ગ્રેટાએ કહ્યું કે જો આપણે હજી પણ આપણા ઇકો સિસ્ટમને બચાવવા માટે કામ ન કર્યું તો આપણી આવનારી પેઢી આપણને ક્યારેય માફ કરી શકશે નહીં.

અભ્યાસથી એક વર્ષનો સમય કાઢીને, વિશ્વને પર્યાવરણ વિશે જાગૃત કરતા ક્રેતાએ કહ્યું, ‘આ સંપૂર્ણપણે ખોટું છે. મારે અહી ન હોવુ જોઇએ. હું દરિયા પાર શાળામાં હોવી જોઈએ.’ તેમણે સવાલ કરતી વખતે કહ્યું, ‘તમે દરેક યુવાનો અમારી પાસે આશા લઇને આવો છો. તમે તમારી ખોખલા શબ્દોથી મારા સપના અને બાળપણને છીનવી લીધું છે, તેમ છતાં હું ભાગ્યશાળી લોકોમાં છું. લોકો પરેશાન છે, લોકો મરી રહ્યા છે, સમગ્ર જીવસૃષ્ટિ મરી રહી છે. તમે અમને નિષ્ફળ કરી દીધા. અમે સામૂહિક લુપ્ત થવાની આરે છીએ અને તમે પૈસા અને આર્થિક વિકાસની કાલ્પનિક વાર્તાઓ વિશે વાત કરી રહ્યા છો. તમારી હિંમત કેવી થઈ? ‘

ક્રેટા અહીં અટકી નહીં, પરંતુ તેણે ઉમેર્યું કે, ‘હું ખૂબ જ દુઃખી અને ગુસ્સે છું કારણ કે તમે ખરેખર પરિસ્થિતિને સમજી ગયા છો અને હું તેનો વિશ્વાસ કરતી નથી. યુવા પેઢીનાં લોકો સમજે છે કે તમે અમારી સાથે છેતરપિંડી કરી છે. ભાવિ પેઢીની નજર તમારા પર છે અને જો તમે અમને નિરાશ કરો છો, તો હું કહીશ કે અમે તમને ક્યારેય માફ કરીશું નહીં.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.