Ukraine/ યુક્રેને ભારત અને ચીનના લોકોની બુદ્ધિમત્તા પર ઉઠાવ્યો સવાલ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકના એક નિવેદનને લઈને ભારે હોબાળો મચી ગયો છે.

Top Stories World
Web Story 29 યુક્રેને ભારત અને ચીનના લોકોની બુદ્ધિમત્તા પર ઉઠાવ્યો સવાલ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર માયખાઈલો પોડોલ્યાકના એક નિવેદનને લઈને ભારે હોબાળો મચી ગયો છે. પોડોલ્યાકે ભારત અને ચીનના લોકોની બૌદ્ધિક ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના નિવેદનથી ચીન ખૂબ નારાજ છે અને તેણે પોડોલ્યાક પાસેથી સ્પષ્ટતા માંગી છે. તેમની આ ટિપ્પણીને ભારતમાં આયોજિત G20ની પ્રતિક્રિયા તરીકે જોવામાં આવી રહી છે. આ કોન્ફરન્સ બાદ જારી કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં રશિયાનો કોઈ ઉલ્લેખ નહોતો, પરંતુ યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ હતો. પોડોલ્યાકની ટિપ્પણી પર ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

અધિકારીએ શું કહ્યું

રશિયાની સત્તાવાર ન્યૂઝ એજન્સી સ્પુટનિકે યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકને ટાંકીને કહ્યું, ‘ભારત, ચીનની સમસ્યા એ છે કે તેઓ તેમના પગલાના પરિણામોનું વિશ્લેષણ નથી કરી રહ્યા, કમનસીબે આ દેશોની બૌદ્ધિક ક્ષમતા નબળી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે આ મામલે પ્રતિક્રિયા આપી છે. નિંગે અન્ય એક રશિયન ન્યૂઝ એજન્સીને કહ્યું કે, યુક્રેનિયન અધિકારીએ તેમની ટિપ્પણીઓનો ખુલાસો કરવો પડશે. ભારતે હંમેશા રશિયા અને યુક્રેનને કૂટનીતિ અને વાતચીત દ્વારા સંઘર્ષનો અંત લાવવાની અપીલ કરી છે.

ચીનને સ્પષ્ટતાની જરૂર છે

પોડોલ્યાકની ટિપ્પણી યુક્રેન મુદ્દે ભારત અને ચીન દ્વારા અપનાવવામાં આવેલા વલણની પૃષ્ઠભૂમિમાં આવી છે. માઓએ રિયા નોવોસ્ટીને કહ્યું, ‘મને આ ટિપ્પણીઓના સંદર્ભની ખબર નથી અને જેમણે આ ટિપ્પણીઓ કરી છે તેમની પાસેથી હું સ્પષ્ટતા ઈચ્છું છું.’ તેમણે કહ્યું કે યુક્રેન કટોકટી પર ચીને હંમેશા શાંતિ માટે વાતચીતને પ્રોત્સાહન આપવા અને રાજકીય ઉકેલની સુવિધા આપવા માટે જવાબદાર રીતે કામ કર્યું છે. નિંગે પોડોલ્યાકનો ઉલ્લેખ કરતા કહ્યું કે,તમે જે વ્યક્તિનો હવાલો આપ્યો છે તે સચોટ અર્થઘટનના આધારે ચીનની સ્થિતિ યોગ્ય રીતે જોવી જોઈએ.

ભારતમાં તાજેતરમાં પૂર્ણ થયેલ G20 સમિટમાં નેતાઓના ઘોષણામાં રશિયાના યુક્રેન પરના હુમલાનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું. આ સાથે તમામ દેશોને એકબીજાની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવાના સિદ્ધાંતનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી. યુક્રેનના વિદેશ મંત્રાલય દ્વારા આ જાહેરાત પર ટિપ્પણી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઓલેગ નિકોલેન્કોએ ફેસબુક પર લખ્યું કે ઘોષણામાં “ગર્વ કરવા જેવું કંઈ નથી”. યુક્રેનની હાજરીથી સભ્યોને પરિસ્થિતિની વધુ સારી સમજ મળી હોત.

આ પણ વાંચો: Reincarnation/ એક એવું જીવન જેમાં સાત મિનિટનું મૃત્યુ અને પછી પુનર્જન્મ

આ પણ વાંચો: Parliament/ સંસદના વિશેષ સત્રને લઈને સાંસદો માટે ભાજપ દ્વારા વ્હિપ જાહેર કરાયું!

આ પણ વાંચો: માનહાની કેસ/ અમદાવાદ કોર્ટથી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને મોટો ફટકો