collegium/ સરકારે હાઇકોર્ટના ન્યાયાધીશોની નિમણૂકની 20 ફાઇલો સુપ્રીમ કોર્ટને પરત મોકલી

સરકારે 20 ફાઇલો સુપ્રીમ કોર્ટેને પરત મોકલી છે, સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે કોલેજિયમ મામલે વિવાદ વકરતો જાય છે,

Top Stories India
સરકારે

સરકારે 20 ફાઇલો સુપ્રીમ કોર્ટેને પરત મોકલી છે, સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે કોલેજિયમ મામલે વિવાદ વકરતો જાય છે, હાલમાં જે એક કાર્યક્રમમાં આ મામલે કાનૂન મંત્રી કિરણ રિજ્જૂએ કોલિજિય સિસ્ટમ મામલે નિવેદન આપ્યું હતું.કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત 20 ફાઈલો પર પુનર્વિચાર કરવા કહ્યું છે. સોમવારે આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે તેમાં એડવોકેટ સૌરભ કિરપાલની ફાઇલ પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયાથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ભલામણ કરેલા નામો સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને 25 નવેમ્બરે કોલેજિયમને ફાઇલો પરત કરી છે.

સરકારે 20 ફાઇલો પરત કરીને ફરી વિચારણા સુપ્રીમ કોર્ટને કરી છે.  સુપ્રીમ કોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાના નેતૃત્વ હેઠળના કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે એડવોકેટ સૌરભ ક્રિપાલના નામની ભલામણ કરી છે. સૌરભ કૃપાલ દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી.એન. કૃપાલને એક પુત્ર છે.

સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે નામ ત્રણ વખત મુલતવી રાખ્યું હતું

ઑક્ટોબર 2017માં દિલ્હી હાઈકોર્ટના કૉલેજિયમ દ્વારા કિરપાલનું નામ સુપ્રીમ કોર્ટ કૉલેજિયમને મોકલવામાં આવ્યું હતું, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે કૃપાલના નામ પર ત્રણ વખત વિચારણા મોકૂફ કરી દીધી હતી. એડવોકેટ ક્રિપાલે તાજેતરમાં એનડીટીવીને જણાવ્યું હતું કે તેમને લાગે છે કે તેમની ઉપેક્ષાનું કારણ તેમનું લૈંગિક વલણ છે.

AIIMS/હેકર્સે દિલ્હી AIIMS પાસે 200 કરોડ રૂપિયાની માંગણી કરી, છઠ્ઠા દિવસે પણ સર્વર ડાઉન

Monkey pox/WHO દ્વારા મંકી પોક્સનું નામ બદલીને Mpox કરાયું, જાણો કારણ

World/ચીનમાં જિનપિંગ સામે વિરોધનો અવાજ, એક વર્ષમાં 22 વખત લોકો રસ્તા પર આવ્યા