હવાઇ નિરીક્ષણ/ ગુજરાતમાં ભારે વરસાદથી પ્રભાવિત થયેલા વિસ્તારોની આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઇ નિરીક્ષણ કરશે

ગુજરાતમાં ચોમેર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીઘે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે.અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે હવાઇ નિરીક્ષણ કરશે

Top Stories Gujarat
2 2 5 ગુજરાતમાં ભારે વરસાદથી પ્રભાવિત થયેલા વિસ્તારોની આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઇ નિરીક્ષણ કરશે

ગુજરાતમાં ચોમેર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીઘે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે.અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે હવાઇ નિરીક્ષણ કરશે . મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર તા. ૨૧ જુલાઈના રોજ સવારે ૧૧ કલાકે સૌરાષ્ટ્રના ભારે વરસાદ અસરગ્રસ્ત માંગરોળ, ગીર સોમનાથ, તલાલા અને માળિયા હાટીના તેમજ હિરણ ડેમ વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે ગાંધીનગર થી રવાના થશે.હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતિ નો ક્યાસ મેળવ્યા પછી મુખ્યમંત્રી જુનાગઢ ખાતે બપોરે ૧:૦૦ કલાકે સંબંધિત અધિકારીઓ સાથે રિવ્યુ મીટીંગ પણ યોજવાના છે.મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એમ. કે. દાસ પણ મુખ્યમંત્રી સાથે જોડાશે.