Not Set/ 15 હિંસક કુતરાઓએ 12 વર્ષની બાળકીને ફાડી નાંખી

અમરેલી અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની 12 વર્ષની દીકરી પર ૧૫ જેટલા શ્વાનોએ હુમલો કરો હતો.શ્વાનોએ કરેલો આ હુમલો એટલો ભયાનક હતો કે બાળકીનું તુરંત મોત થઇ ગયું હતું.હિંસક બનેલા કુતરાઓએ બાળકીના શરીરમાંથી માંસના લોચા કાઢી નાંખ્યા હતા.મળતી માહિતી મુજાબ આ શ્રમિક પરિવાર વાડીના પાછળના ભાગે કામ કરતો હતો. અને બાળકી દુર જઈને કામ કરતી હતી. ત્યારે બાળકી […]

Gujarat
હ 15 હિંસક કુતરાઓએ 12 વર્ષની બાળકીને ફાડી નાંખી

અમરેલી

અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની 12 વર્ષની દીકરી પર ૧૫ જેટલા શ્વાનોએ હુમલો કરો હતો.શ્વાનોએ કરેલો આ હુમલો એટલો ભયાનક હતો કે બાળકીનું તુરંત મોત થઇ ગયું હતું.હિંસક બનેલા કુતરાઓએ બાળકીના શરીરમાંથી માંસના લોચા કાઢી નાંખ્યા હતા.મળતી માહિતી મુજાબ આ શ્રમિક પરિવાર વાડીના પાછળના ભાગે કામ કરતો હતો. અને બાળકી દુર જઈને કામ કરતી હતી. ત્યારે બાળકી પર રખડતા શ્વાનોએ તેના પર આક્રમણ કર્યું હતું.

૧૫ જેટલા શ્વાનો એક સાથે આ 12 વર્ષની અજીતા કાળુભાઇ નામની બાળકી  પર હુમલો કર્યો હતો. આ બાળકીને કુતરાઓએ એવી ખરાબ રીતે ફાડી ખાધી હતી કે તેના મૃતદેહને જોનારા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

 મહત્વનું છે કે  રાજ્યોમાં આવા કેસ અવારનવાર બનતા જ હોય છે. શહેરોમાં રખડતા ઢોરોનો આતંક દિવસેને દિવસે વધતો જાય છે. તેમાં પણ કૂતરાઓનો આતંક સૌથી વધુ છે. રખડતા ઢોરોમાં ગાય, બળદ, આખલા, દ્રારા હુમલાઓ થતા જ હોય છે. અને આ હુમલામાં કેટલા લોકોના મોત પણ થતા જ હોય છે.