Congress/ રામ મંદિર: કૉંગ્રેસના ટોચના નેતાઓએ અયોધ્યા જવાની ના પાડી

કૉંગ્રેસે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સહભાગી ન થવાનો નિર્ણય લેતા કોંગી કાર્યકર અર્જુન મોંઢવાડિયા નિરાશ થયા છે. વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીએ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે.

Top Stories Gujarat

Gujarat News : 22મી જાન્યુઆરીના રોજ થનારા રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરમાંથી આમંત્રિત મહાનુભાવોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જોકે, કૉંગ્રેસે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ સહભાગી ન થવાનો નિર્ણય લેતા કોંગી કાર્યકર અર્જુન મોંઢવાડિયા નિરાશ થયા છે. વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીએ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે.

કૉંગ્રેસ કાર્યકર જયરામ રમેશે જણાવ્યું કે સોનિયા ગાંધી, પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પશ્ચિમ બંગાળ પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ પણ મહોત્સવમાં ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયની સીધી અસર ગુજરાતમાં જોવા મળી છે. ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ અર્જુન મોંઢવાડિયા અને અંબરીશ ડેરએ આ નિર્ણયની ટીકા કરી હતી. જોકે, આ નિર્ણયથી પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. પાર્ટીના કેટલાક નેતાઓ આ નિર્ણયની તરફેણમાં ન હોવાનું જાણવા મળ્યું છે.

અર્જુન મોંઢવાડિયાએ શું કહ્યું ?

અર્જુન મોંઢવાડિયાના જણાવ્યા અનુસાર ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે. પાર્ટીએ આવા નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ. પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરએ પણ કોંગ્રેસના અયોગ્ય નિર્ણયની ટીકા કરી નારાજગી દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ અમારા આરાધ્ય દેવ છે. કરોડો લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. કેટલાક લોકોએ આ પ્રકારના નિવેદન આપવાથી બચવું જોઈએ.

કોણ છે અર્જુન મોંઢવાડિયા ?

સામાજીક કાર્યોમાં અગ્રેસર અર્જુન મોંઢવાડિયાનું નામ ગુજરાતના લોકપ્રિય નેતાઓમાં ગણાય છે. તેમણે ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. 1997માં કોંગ્રેસમાં જોડાયા હતા.  2002માં વિધાનસભા ચૂંટણી લડી જીત મેળવી હતી.  2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે કાર્યરત હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: vibrant summit/ગુજરાતમાં સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપશેઃ ટાટા ગ્રુપ

આ પણ વાંચો: 2024માં દેશની પહેલી ‘મેક ઇન ઇન્ડિયા ચીપ’નું ઉત્પાદન ગુજરાતમાં થશે: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ

આ પણ વાંચો: દિલ્હી-NCRમાં ધરતી ધ્રૂજી, લાંબા સમય સુધી અનુભવાયા ભૂકંપના તીવ્ર આંચકા