સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં શિયાણી- દોલતપર નર્મદા કેનાલમાં ગાબડુ પડ્યું છે. કેનાલમાં ગાબડુ પડતાં લાખો લીટર પાણી વેડફાયું છે. જેને કારણે આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યા અને ખેતરના ઉભા પાકને મોટું નુકસાન થયું છે. મહત્વનું છે કે કેનાલમાં ગાબડુ પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે .
