Not Set/ વડોદરા/ બાળકોના મૃત્યુદરને મામલે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, મેડિકલ સુપરિટેનડેન્ટનો બાળમરણના  આંકડા બાબતે ગલ્લાતલ્લા  

ગુજરાતમાં નવજાત બાળકોના મૃત્યુ આંક વધવાને લઈને હવે કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ કરી રહી છે ત્યારે વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા એસ એસજી હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. રાજસ્થાનના કોટામાં નવજાત બાળકોના મોતના આંકડાઓને લઈને કોંગ્રેસના માથે માછલાં ધોવાયા બાદ ગુજરાતની સરકારી હોસ્પિટલોના પણ આંકડાઓ ઉડી ને આંખે વળગતા કોંગ્રેસે રાજ્ય સરકાર પર વળતો પ્રહાર કર્યો […]

Gujarat Vadodara

ગુજરાતમાં નવજાત બાળકોના મૃત્યુ આંક વધવાને લઈને હવે કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ કરી રહી છે ત્યારે વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા એસ એસજી હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું.

રાજસ્થાનના કોટામાં નવજાત બાળકોના મોતના આંકડાઓને લઈને કોંગ્રેસના માથે માછલાં ધોવાયા બાદ ગુજરાતની સરકારી હોસ્પિટલોના પણ આંકડાઓ ઉડી ને આંખે વળગતા કોંગ્રેસે રાજ્ય સરકાર પર વળતો પ્રહાર કર્યો છે. અને આ જ મુદ્દા ને લઈને રાજ્ય સરકારને ભીંસમાં લેવાના પ્રયાસ કર્યો છે.

જેના ભાગ રૂપે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે.  જે અંતર્ગત વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા એસએસજી હોસ્પિટલ સ્થિત મેડિકલ સુપરિટેનડેન્ટ ની કચેરીએ પહોંચી થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન યોજ્યા હતા અને તબીબી અધિક્ષક ડો.રાજીવ દેવેશ્વર ને આવેદનપત્ર પાઠવી એસએસજી હોસ્પિટલ માં કેટલા નવજાત બાળકો ના એક વર્ષ માં મોત નિપજ્યા તેની માહિતી માંગી હતી.  પરંતુ ડો.રાજીવ દેવેશ્વર એ પોતે સરકારને રિપોર્ટ આપતા હોવાનું જણાવી આંકડા આપ્યા ન હતા.

જ્યારે બીજી તરફ એસ એસ જી હોસ્પિટલ ના મેડિકલ સુપરિટેનડેન્ટ રાજીવ દેવેશ્વર ને વડોદરા માં એક વર્ષમાં નવજાત બાળકો નો મૃત્યુ આંક શુ છે અને કોંગ્રેસની રજુઆત મામલે તેઓની શુ પ્રતિક્રિયા છે તેવો સવાલ પુછાતા તેઓએ ગોળ ગોળ જવાબો આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.