Surat News: સુરતમાં વધુ એક સ્કૂલવાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના સરદાર બ્રિજ પર સ્કૂલવાનની જોખમી સવારી સામે આવી છે. બાળકને ડ્રોપ કરવાનું ભૂલતા ચાલકે બ્રિજ પર રિવર્સમાં બાળકો ભરેલ સ્કૂલવાન ચલાવી હતી.લાંબા અંતર સુધી વાન રિવર્સમાં લાવી બાળકને ઉતારી નીકળી ગયો હતો.
ચાલકની એક ગફલતથી અન્ય બાળકોના જીવ જોખમમાયા હતા.ત્યારે ટ્રાફિકથી ભરચક રોડ પર રિવર્સમાં ચાલતી સ્કુલવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ પહેલા માંડવી શહેરની ખાનગી અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓને બપોરે છૂટા કર્યા બાદ ઘેર મૂકવા જતી સ્કૂલ વેન રંગચુલી પાસે પાણીના ચેમ્બરમાં ફસાઈ ગઈ, જેમાં વિદ્યાર્થીઓ વાહનમાં અટવાઇ ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી અને કારને બહાર કાઢી હતી, જેથી દુર્ઘટના ટળી હતી.
આ પણ વાંચો:વડોદરામાં સ્કૂલ વાન ચાલકની બેદરકારી, બે વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ
આ પણ વાંચો:સુરતમાં સ્કૂલ વાન ચાલકો અને ઓટોરિક્ષા ચાલકોની હડતાળ સમેટાઈ
આ પણ વાંચો:સ્કૂલ વાન ચાલકોની મંગળવારથી હડતાળ, વાલીઓની ટાંગાતોડ વધી જશે
