Vadodara News: વડોદરામાં સ્કૂલ વાન ચાલકની બેદરકારી આવી છે. તેની વાનનો પાછળનો દરવાજો કે ચાલુ વાને ખૂલી જતા બેઠેલી બે વિદ્યાર્થીનીઓ નીચે પટકાઈ હતી. સદનસીબે વાન સોસાયટીમાંથી પસાર થતી હોવાના લીધે બંને વિદ્યાર્થીનીઓ બચી ગઈ હતી અને મોટા અકસ્માતનો ભય ટળ્યો હતો. હવે જો આ વાન આ રીતે રસ્તા પરથી જતી હોત તો બંને વિદ્યાર્થીનીઓની સ્થિતિ શું થઈ હોત તે ચિંતાનો વિષય છે.
આ ઘટના સોસાયટીમાં બની હોવાથી તે સીસીટીવીના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી વડોદરાનો હોવાની ચર્ચા છે. મંતવ્ય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી. છતાં પણ વાન ચાલકની બેદરકારી અહીં ઉડીને આંખે વળગે છે. બે વિદ્યાર્થીની પડી ગઈ હોવાની તેને જાણ સુદ્ધા નથી. લોકો કહે છે પછી તે વાહન ઊભું રાખે છે.
આ પણ વાંચો: શનિવારથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દસ દિવસની મેગા ડ્રાઇવ
આ પણ વાંચો: કર્મચારીઓના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
આ પણ વાંચો: ગોધરામાં NEET-UG પરીક્ષામાં છેડછાડ, તાર ક્યાં સુધી જોડાયેલા છે,પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચો: સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગમખ્વાર અકસ્માત