Breaking News/ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું

શક્તિ સિંહે કહ્યું કે 30 વર્ષથી સત્તામાં ન હોવા છતાં, અમારા કાર્યકરોએ બહાદુરીથી લડત આપી છે. હું પરિણામોના અભાવની જવાબદારી લઉં છું અને હમણાં રાજીનામું આપી રહ્યો છું.

Top Stories Gujarat Others Breaking News

Breaking News: કડી અને વિસાવદર પેટાચૂંટણીના પરિણામો જાહેર થયાના 4 કલાકમાં જ શક્તિસિંહે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે. શક્તિસિંહ ગોહિલના સ્થાને હવે શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે. નવા પ્રમુખનું નામ જાહેર ન થાય ત્યાં સુધી શૈલેષ પરમાર જવાબદારી સંભાળશે.

શક્તિ સિંહે કહ્યું કે 30 વર્ષથી સત્તામાં ન હોવા છતાં, અમારા કાર્યકરોએ બહાદુરીથી લડત આપી છે. હું પરિણામોના અભાવની જવાબદારી લઉં છું અને હમણાં રાજીનામું આપી રહ્યો છું. મેં મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી દીધું છે. જિલ્લા સ્તરે બધા કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતા. AICC એ બધા સારા ઉમેદવારોને સાંભળ્યા છે.

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કડી અને વિસાવદરની ચૂંટણી મહેનતથી લડાઇ તેનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવ્યું તેની જવાબદારીનો મે સ્વીકાર કર્યો છે અને થોડા સમય પહેલા AICCના પ્રેસિડેન્ટને મારૂ રાજીનામું મોકલી આપ્યું છે. આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની મારી છેલ્લી પ્રેસ કોન્ફરન્સ છે. સંગઠન મહામંત્રી શૈલેષ પરમારને મારી જવાબદારી જ્યા સુધી AICC નક્કી ના કરે નવા પ્રમુખની જવાબદારી ત્યા સુધી નીભાવશે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસની શિસ્ત કમિટી દ્વારા પક્ષના પ્રવક્તા અમિત નાયકને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. તેમને સસ્પેન્ડ કરવા અંગે કોંગ્રેસ દ્વારા કહેવાયું છે કે, અમિત નાયકે સોશિયલ મીડિયામાં પક્ષ વિરોધી પોસ્ટ મુકી હતી. તેમણે એટ્રોસિટી અંતર્ગત ગુનો બને તેવા શબ્દો વાપર્યા હતાં. આ ઉપરાંત પૈસાના તોડ માટેની ટેલિફોનિક વાતચીત બદલ તેમને સસ્પેન્ડ કરી દીધા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની પેટાચૂંટણીઃ વિસાવદરમાં પાટીદાર કાર્ડ તો કડીમાં હુકમનો એક્કો કોણ!

આ પણ વાંચો:કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા અને વિસાવદરમાં કિરીટ પટેલ

આ પણ વાંચો:રાજ્યમાં મનપા-નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભગવાનો જાદુ જળવાયો