ગુજરાતમાં છ ઓગસ્ટના રોજ મહાનગરપાલિકા Byelection-BJP Win અને નગરપાલિકાની પેટાચૂંટણી યોજાઈ હતી. તેની આજે સવારથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. શાસક પક્ષ અને વિપક્ષ બંનેએ તેમા તેમના બળાબળના પારખા કર્યા છે. ગુજરાતની છ ઓગસ્ટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે. જેમાં સવારે 9.00 વાગ્યાથી મતગણતરી હાથ ધરાઇ હતી. મનપા-નગરપાલિકાની ખાલી બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. તેમા કુલ 30 બેઠકોનું ચૂંટણી પરિણામ આવ્યું હતું, તેમાથી ભાજપે 21 કોંગ્રેસે આઠ તો અપક્ષે એક બેઠક જીતી છે. આમ, 30 પૈકી કુલ 8 બેઠકો જે અન્ય પાસે હતી જેમા ભાજપનો વિજય થયો છે. એકંદરે 70 ટકા બેઠક ભાજપને મળી છે.. મુન્દ્રા બેઠક આઝાદી પછી પહેલી વખત ભાજપના ફાળે આવી છે.
નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ આમને-સામને
નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે Byelection-BJP Win જબરજસ્ત ટક્કર જોવા મળી છે. બંને પક્ષોએ પાંચ-પાંચ બેઠક કબ્જે કરી છે. તેમા પણ પોરબંદર, ઊંઝા, ગોધરા, સિદ્ધપુર, ધાંગ્રધ્રાની નગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપની જીત જોવા મળી છે, તો આણંદ, મોડાસા, જંબુસર, ડીસા અને પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે.
મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષ પદ મળ્યું
મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષ પદ મળ્યું છે. AIMIM સાથે Byelection-BJP Win ટક્કર બાદ કોંગ્રેસે વિપક્ષ પદ છીનવ્યું છે. મોડાસા સરકારી ઈજનેર કોલેજ ખાતે મતગણતરી કરાઇ હતી. ભાજપના ઉમેદવારને 67 મત મળતા હાર થઇ છે. કુલ સાત ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. તથા ગોધરા નપાના વોર્ડ નં 3માં ભાજપના નીલિમા શાહની જીત થઇ છે. ભાજપના નીલિમા શાહને 2905 મત મળ્યા છે. કોંગ્રેસના ધ્વનિ શાહને 355, AAPના ઉમેદવારને 207 મત મળ્યા છે.
જંબુસરમાં કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય
જંબુસર નપાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય Byelection-BJP Win થયો છે. કોંગ્રેસના ઉમેદવાર કાદર બેગ મિર્ઝાનો ભવ્ય વિજય થતા ખુશીનો માહોલ છવાયો છે. ઊંઝા નપાની વોર્ડ 2માં પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સંદીપ પટેલ વિજેતા બન્યા છે. જેમાં અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલની હાર થઇ છે. તેમાં ભાજપના સંદીપ પટેલની 279 લીડથી જીત થઇ છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર/દરિયાકાંઠાના ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય, જાણો શું આપી સહાય
આ પણ વાંચોઃ મેરી મિટ્ટી, મેરા દેશ/તાપીમાં 9 ઓગસ્ટથી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન શરૂ
આ પણ વાંચોઃ મોટા સમાચાર/અંતે આપ કોંગ્રેસમાં વિલીન, ભાજપ સામે ગઠબંધનનો તખ્તો તૈયાર
આ પણ વાંચોઃ કૌભાંડ/જામનગરમાંથી ગેસ-રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, કુલ 74.31 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
આ પણ વાંચોઃ ક્રાઈમ/સાબરકાંઠા LCBને મળી સફળતા, ચીખલીગર ગેંગના 4 આરોપીને ઝડપ્યા
