ક્રાઈમ/ સાબરકાંઠા LCBને મળી સફળતા, ચીખલીગર ગેંગના 4 આરોપીને ઝડપ્યા

સાબરકાંઠા જિલ્લા એલસીબીએ ચીખલીઘર ગેંગના ચાર આરોપી ઘર ફોડ ચોરી કરતે ઝડપી લઇને છ ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો. ગુજરાત સહિત આંતરરાજ્યોમાં ચીખલીઘર ગેંગના આરોપીઓ બંધ મકાનની નિશાન બનાવીને ચોરી કરતા હતા.

Gujarat Others
Untitled 64 7 સાબરકાંઠા LCBને મળી સફળતા, ચીખલીગર ગેંગના 4 આરોપીને ઝડપ્યા

@દિપકસિંહ રાઠોડ

ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ઘરફોડ ચોરી કરી પોલીસને રાડ પડાવનાર ચીખલીઘર ગેંગને સાબરકાંઠા જિલ્લા એલ.સી.બી પોલીસે ચાર આરોપીને ઝડપી લઇ ૩૦ લાખ ૩૮ હજાર ૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને બાકીના ચીખલીઘર ગેંગના બે આરોપીઓની પોલીસ પકડ કવાયત હાથ ધરી છે.

સાબરકાંઠા જિલ્લા એલસીબીએ ચીખલીઘર ગેંગના ચાર આરોપી ઘર ફોડ ચોરી કરતે ઝડપી લઇને છ ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો. ગુજરાત સહિત આંતરરાજ્યોમાં ચીખલીઘર ગેંગના આરોપીઓ બંધ મકાનની નિશાન બનાવીને ચોરી કરતા હતા. જોકે દિવસે ભૂંડ પકડવાનો ધંધો કરવાનો અને રાત્રે ઘરફોડ ચોરી કરતા હતા.

Untitled 64 8 સાબરકાંઠા LCBને મળી સફળતા, ચીખલીગર ગેંગના 4 આરોપીને ઝડપ્યા

ચોરી દરમિયાન પીકઅપ ડાલુ અલગ અલગ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડ પકડવાનું બહાને બંધ મકાનને જોઈને રાત્રે ચોરી કરતા હતા. સાબરકાંઠા સહિત ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ આ લોકોએ ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં થોડા દિવસ પહેલા ૧૫ લાખની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાતમીને આધારે વડાલી પાસેથી આ ચોરીની ઘટનાને અંજામ આપનારા ચાર લોકોને જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા.

ચીખલી ગેંગના ચાર આરોપીને ઝડપી લઇને પોલીસે વધુ પૂછપરછા ધર્મ આવી હતી જેમાં સાબરકાંઠા જિલ્લામાં એક, મહેસાણા જિલ્લામાં ત્રણ મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જિલ્લાના એક ગુન્હાની કબૂલાત કરી હતી. અને પોલીસે આરોપી પાસેથી ૩૦ લાખ ૩૮ હજાર ૪૦૦નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આરોપીએ ગુન્હામાં વાપરેલી ગાડી એલસીબી કબ્જે લીધી હતી.ગુજરાત સહિત અન્ય રાજ્યમાં આ સીખલીઘર ગેંગના લોકોએ કુલ ૪૧ ચોરીની ઘટનાની અંજામ આપી હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે હાલમાં સાબરકાંઠા એલસીબી પોલીસ આ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અને બાકીના ચીખલીઘર ગેંગના બે આરોપીઓની પોલીસ પકડથી દુર છે.

ઝડપાયેલા આરોપીઓ

૧. લખનસિંગ સ/ઓ કિરપાલસિંગ ગુરુબચ્ચનસિંગ સરદાર, (સીકલીગર) હાલ રહે. બાલાજી સોસાયટી મકાન નં. ૩૨, તા. સતલાસણા, જી. મહેસાણા અને મૂળ રહે. ઘાસકોર દરવાજા વાસુદેવ લાટીની સામે તા. વડનગર, જી મહેસાણા

૨. સતનામસિંગ સ/ઓ પ્રતાપસિંગ દરબારસિંગ બાવરી, (શીખ) મૂળ રહે. સેંદલા, તા. મેકર, જી. બુલઢાના (મહારાષ્ટ્ર), અને હાલ રહે. બાલાજી સોસાયટી મકાન નં. ૩૩, તા. સતલાસણા, જી. મહેસાણા

૩. સતપાલસિંગ સ/ઓ કિરપાલસિંગ ગુરુબચ્ચનસિંગ સરદાર (સીકલીગર) હાલ રહે. બાલાજી સોસાયટી મકાન નં. ૩૩, તા. સતલાસણા, જી. મહેસાણા અને મૂળ રહે. ઘાસકોર દરવાજા વાસુદેવ લાટીની સામે તા. વડનગર, જી મહેસાણા

૪. મલીન્દરસિંગ સ/ઓ કિરપાલસિંગ ગુરુબચ્ચનસિંગ સરદાર (સીકલીગર) હાલ રહે. બાલાજી સોસાયટી મકાન નં. ૩૨/૩૩, તા. સતલાસણા, જી. મહેસાણા અને મૂળ રહે. ઘાસકોર દરવાજા વાસુદેવ લાટીની સામે તા. વડનગર, જી મહેસાણા

પકડવાના બાકી આરોપીઓ

૧. સોનિયાકૌર વા/ઓ લખનસિંગ કિરપાલસિંગ સરદાર, રહે બાલાજી સોસાયટી મકાન નં. ૩૨, તા. સતલાસણા, જી. મહેસાણા અને મૂળ રહે. ઘાસકોર દરવાજા વાસુદેવ લાટીની સામે તા. વડનગર, જી મહેસાણા

૨. કિરણકૌર વા/ઓ સતપાલસિંગ કિરપાલસિંગ સરદાર, હાલ રહે બાલાજી સોસાયટી મકાન નં. ૩૩, તા. સતલાસણા, જી. મહેસાણા અને મૂળ રહે. ઘાસકોર દરવાજા વાસુદેવ લાટીની સામે તા. વડનગર, જી મહેસાણા.

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મોટી સફળતા, આયુર્વેદિક પીણાની ફેકટરી ઝડપી પાડી

આ પણ વાંચો:રસ્તામાં મળેલી મહિલા ભગવાનની વાતો કરે તો ચેતી જજો…આવા કામ કરે છે આ મહિલાઓ..

આ પણ વાંચો:અહીં કૃષ્ણ અને સુદામાની નહી,અપ્પુ અને ચંદુભાઇની મિત્રતા જોઇ લોકો છે દંગ,મૃત મિત્રની પુજા કરે છે ચંદુભાઇ

આ પણ વાંચો:મોજશોખ પૂરા કરવા વાહનોની ચોરી કરતો ચોર ઝડપાયો