અમદાવાદ/ એએમસીના ટેક્સ વિભાગમાં ACBના દરોડા, વોર્ડ ઇન્સ્પેક્ટર 30 હજારની લાંચ લેતા ઝડપાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં ACBએ રેડ પાડી હતી. જેમાં ઉસ્માનપુરા ઝોનના વોર્ડ ઈન્સ્પેકટર પ્રકાશ ચૌહાણ 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 22 at 11.18.43 PM એએમસીના ટેક્સ વિભાગમાં ACBના દરોડા, વોર્ડ ઇન્સ્પેક્ટર 30 હજારની લાંચ લેતા ઝડપાયા

@વિશાલ મહેતા,  મંતવ્યૂ ન્યૂઝ, અમદાવાદ

ભ્રષ્ટાચારનો સડો આખી સિસ્ટમમાં ફેલાઇ ગયો છે. અવારનવાર ગુજરાતમાં લાંચીયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાઇ ગયા હોવાના સમાચાર આપણે સાંભળતા આવ્યા છીએ. આવા જ એક બનાવમાં અમદાવાદમાં મ્યુનિસિપાલિટીના ટેક્સ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર વેપારી પાસેથી 30 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા છે.

WhatsApp Image 2021 03 22 at 11.19.46 PM એએમસીના ટેક્સ વિભાગમાં ACBના દરોડા, વોર્ડ ઇન્સ્પેક્ટર 30 હજારની લાંચ લેતા ઝડપાયા

માહિતીને આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં ACBએ રેડ પાડી હતી. જેમાં ઉસ્માનપુરા ઝોનના વોર્ડ ઈન્સ્પેકટર પ્રકાશ ચૌહાણ 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા.વોર્ડ ઈન્સ્પેકટરે તેના સાગરીત મનોજ ત્રિવેદી મારફતે લાંચ લીધી હતી. માહિતી અનુસાર વેપારીની છેલ્લા અગિયાર મહિનાથી બંધ દુકાનમાં ટેક્સ બિલની રકમ ભરવાની બાકી હતી. પ્રકાશ ચૌહાણે ટેક્સ બિલ ક્રેડિટ કરી આપવા અને રજીસ્ટરમાં નામની એન્ટ્રી કરી આપવા માટે લાંચ માંગી હતી. એસીબીના અધિકારીઓએ બન્ને શખ્સોને રંગેહાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.