ત્રીજી વંદે ભારત દોડાવાશે/ શું તમારે જામનગરથી અમદાવાદ વારં-વારં જવાનું થાય છે..તો આ સમાચાર વાંચી લો

ગુજરાતને ત્રીજી વંદે ભારત મળશે જે 24 સપ્ટેમ્બરથી અમદાવાદ અને જામનગર વચ્ચે શરૂ કરાય તેવી શક્યતા છે. 

Gujarat Others
Mantavyanews 1 10 શું તમારે જામનગરથી અમદાવાદ વારં-વારં જવાનું થાય છે..તો આ સમાચાર વાંચી લો
  • રેલવેમાં મુસાફરી કરનાર માટે સારા સમાચાર
  • સૌરાષ્ટ્રમાં વંદે ભારત ટ્રેનના થશે શ્રી ગણેશ
  • જામનગરથી અમદાવાદ વચ્ચે શરૂ થશે ટ્રેન
  • આજે હાપા -અમદાવાદ વચ્ચે થશે ટ્રાયલ
  • ટ્રાયલ સફળ થયા બાદ 24 તારીખથી દોડશે ટ્રેન

અમદાવાદ વાસીઓને માટે આનંદના સમાચાર છે. વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ ગુજરાતને મળી છે. હાલ ગુજરાતમાં અમદાવાદથી મુંબઈ તેમજ જોધપુર માટે બે વંદે ભારત એક્સપ્રેસ દોડી રહી છે. ત્યારે હવે ગુજરાતને ત્રીજી વંદે ભારત મળશે જે 24 સપ્ટેમ્બરથી અમદાવાદ અને જામનગર વચ્ચે શરૂ કરાય તેવી શક્યતા છે.

આજે હાપા-અમદાવાદ વચ્ચે ટ્રાયલ.ટ્રાયલ સફળ થશે તો તારીખ 24 મી થી સપ્તાહમાં છ દિવસ હાપા- અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડશે.

જામનગરથી સવારે 5:30 વાગે ટ્રેન નીકળી રાજકોટ, વાંકાનેર,સુરેન્દ્રનગર વિરમગામ થઈને સાબરમતી સવારે 10:10 કલાકે પહોંચશે. ચારથી સાડા ચાર કલાકમાં જ અમદાવાદ પહોંચી જવાશે.

સાબરમતીથી સાંજે છ વાગે નીકળનારી વંદે ભારત એક્સપ્રેસ રાત્રિના 10:30 કલાકે જામનગર પહોંચી જશે. આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ સૌરાષ્ટ્ર વસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે.

આ પણ વાંચો:મધ્ય ગજરાતમાં મહીસાગર નદી બની ગાંડીતૂર, પંચમહાલના શહેરા તાલુકામાં 40 લોકોનું રેસ્ક્યું

આ પણ વાંચો:ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ, સરદાર સરોવરમાંથી પાણી છોડતા અનેક જિલ્લાઓની વધી મુશ્કેલી

આ પણ વાંચો: ગણેશના ધડ સાથે માત્ર હાથીનું માથું જ કેમ જોડાયેલું છે, શું તમે જાણો છો આ રહસ્ય?

આ પણ વાંચો: આ છે ભગવાન ગણેશના મંત્ર, જાપ કરવાથી પણ દૂર થઈ શકે છે તમારી પરેશાનીઓ